મોરબીમાં કાલે મચ્છુ માતાજીની રથયાત્રા: એસપીની હાજરીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
મોરબી પાલિકાના ટકાવારી કાંડના લાલાને બહાર લાવવા એસીબીમાં રજૂઆત
SHARE









મોરબી પાલિકાના ટકાવારી કાંડના લાલાને બહાર લાવવા એસીબીમાં રજૂઆત
મોરબી નગરપાલિકામાં કથીક ભષ્ટ્રાચારમાં લાલો કળા કરી ગયો છે તે બાબત યોગ્ય તપાસ કરવા માટે એસીબીના નિયામકને મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે
મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે કે, મોરબી નગરપાલિકામાં પ્રમુખ પતિ દ્વારા ૬ ટકા કમિશન લાલો લઇ ગયો છે તેવી વાત કરવામાં આવી છે તે લાલો કોણએ તપાસનો વિષય છે અને લાલો ઉફ લાલાભાઈ કાળુભાઇ પરમાર નહિ પરંતુ તે કોઈ અન્ય કોન્ટ્રાકટર હોવાનું સામે આવી રહ્યું છે જેથી કરીને પાલિકામાં કયો લાલો કળા કરી ગયો છે તેની તપાસ કરવામાં આવે અને પાલિકામાં ચાલતા બેફામ ભષ્ટ્રાચારમાં લેવાતી ટકાવારીમાં કોણ કોણ સામેલ છે તેની હક્કિત બહાર લાવવામાં આવે તેવી માંગ કરેલ છે
