મોરબી પાલિકાના ટકાવારી કાંડના લાલાને બહાર લાવવા એસીબીમાં રજૂઆત
મોરબીમાં યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો: આજે સેમિનાર યોજાશે
SHARE









મોરબીમાં યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણનો કાર્યક્ર્મ યોજાયો: આજે સેમિનાર યોજાશે
મોરબીમાં યોગ ટ્રેનર સર્ટીફીકેટ વિતરણનો તેમજ ઇન્ટરવ્યૂનો કાર્યક્ર્મ યોજાયો હતો અને યોગ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિ:શુલ્ક તાલીમ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું
મોરબી જિલ્લામાં ગઇકાલે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ ટ્રેનરના સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ યોગ ટ્રેનરના ઇન્ટરવ્યૂ ગોઠવેલ હતા આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ સૌરાષ્ટ્ર કચ્છના ઝોન યોગ કો-ઓર્ડીનેટર અનિલભાઈ ત્રિવેદી, કચ્છ જિલ્લાના જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર વિજયભાઈ શેઠ અને વાંકાનેર તાલુકાના યોગ કોચ દિપાલીબેન આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તમામ યોગ ટ્રેનરના ફિટનેસ ટેસ્ટ લેવામાં આવેલ હતા આ આયોજન મોરબી જિલ્લાના યોગ કો ઓર્ડીનેટર વાલજી પી. ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં ફીટ થાય બાદ તમામ યોગ ટ્રેનર દ્વારા પોતાના વિસ્તારમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બેનર હેઠળ નિ:શુલ્ક યોગ વર્ગો શરૂ કરશે.તેમજ તા.૩૦ ને ગુરુવારના રોજ બપોરે ૪ થી ૫ દરમિયાન યોગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે નિ:શુલ્ક યોગ ટ્રેનર તાલીમ અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન વિનય કરાટે એકેડમી અને ભક્તિ યોગ સેન્ટર, શ્રી હરિ કૉમ્પ્લેક્સ, અવની ચોકડી મોરબી ખાતે કરવામાં આવેલ છે. અને વધુ માહિતી મેળવવા માટે ૯૫૮૬૨ ૮૨૫૨૭ ઉપર સંપર્ક કરવા માટે આયોજકે જણાવ્યુ છે
