હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં યુથ કોંગ્રેસ દ્વારા સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ, પોલીસ દમન કરતી હોવાનો આક્ષેપ


SHARE

















મોરબીમાં યુથ કોંગ્રેસ દ્વારા સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ, પોલીસ દમન કરતી હોવાનો આક્ષેપ

મોરબીના નગર દરવાજા ચોક ખાતે આજે યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પરિવાર દ્વારા સરકાર દ્વારા યુવાનોના મજાક સમાન જાહેર કરાયેલ અગ્નિપથ અને અગ્નિવીર યોજનાનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને યુવાનોના મજાક સમાન આ યોજના પાછી ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

કારણ કે અમુક વર્ષ માટે યુવાન કામ કરે અને બાદમાં ચાર વર્ષ પછી નોકરી છોડવી પજે તો જ્યારે તેની ઉંમર થઈ જાય અને તે યુવાન અન્ય કોઇ સરકારી નોકરીમાં એપ્લાઇ કરે ત્યારે તેની ઉમર વધી ગઇ હોય તે ઉંમર બાદ થઇ જવાથી તે કોઈ જગ્યાએ સરકારી નોકરી ન મળી શકે આ પ્રકારની કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા જે અગ્નિપથ યોજના જાહેર કરાઇ છે તેમાં યુવાનોનું શોષણ થાય તેવા પ્રકારની આ યોજના હોવાનો રોષ પ્રગટ કરીને કોંગ્રેસ દ્વારા સૂત્રોરચાર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને પોલીસ વિરોધી પણ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કારણ કે પ્રજાના હિતમાં જે કોઈ વાત હોય તેની જ્યારે પણ કોંગ્રેસ રજૂઆત કરે છે ત્યારે સરકાર દ્વારા પોલીસને આગળ ધરી દેવામાં આવે છે."સરકાર હમશે ડરતી હૈ પોલીસ કો આગે કરતી હૈ.." ના નારા લગાવીને કોંગ્રેસ દ્વારા પોલીસ દમનનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો.કારણકે ગઈકાલે જ હળવદમાં સૂત્રોચ્ચાર કરીને પૂતળાદહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યાં પોલીસ દ્વારા દમન કરવામાં નહોતુ આવ્યું અને પ્રજા અને ખાસ કરીને યુવાનોને લગતા પ્રશ્નોને લઈને જ્યારે મોરબીના નગર દરવાજાના ચોકમાં વિરોધ કરવામાં આવ્યો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા બળજબરીપૂર્વક આગેવાનોને પોલીસ વાહનમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને ડિટેઇન કરવામાં આવ્યા હતા તે વાતનો પણ કોંગ્રેસ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.કારણ કે આગલા દિવસે મોરબી નગરપાલિકામાં તાળાબંધીના કાર્યક્રમ દરમિયાન પણ પોલીસ દ્વારા બળપુર્વક કાર્યક્રમને દબાવી દેવાના આસયથી માત્ર પાંચ આગેવાનો દ્રારા આવેદનપત્ર આપવામાં આવે આ પ્રકારની નીતી અખત્યાર કરવામાં આવી હતી.જોકે શહેરના દરેક ચોકમાં વગર મંજુરીએ રિક્ષાચાલકો જે આડેધડ પાર્કિંગ કરે છે અને શહેરના મુખ્ય ચોક સહિતના વિસ્તારોમાં જે લારી ગલ્લાના દબાણ છે ત્યાં અને ખાસ કરીને ભાજપ દ્વારા જે કોઈ કાર્યક્રમ કરવામાં આવતા હોય ત્યાં પણ આવી જ કડકાઇ પોલીસ વાપરે તેવી માગણી કોંગ્રેસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.




Latest News