મોરબીમાં યુથ કોંગ્રેસ દ્વારા સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ, પોલીસ દમન કરતી હોવાનો આક્ષેપ
મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો
SHARE









મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર પકડાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા એક ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરવામાં આવેલ જેથી જેતે સમયે ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.તેણીએ તરંગ ધર્મેન્દ્ર ગૌસ્વામી જાતે બાવાજી મૂળ રહે.કણકીયા તા.ગીરગઢડા જી.ગીર સોમનાથ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા.૧૩-૫ ના સવારના અગિયારેક વાગ્યાના અરસામાં તેમની સગીરવયની દીકરીને લલચાવી ફોસલાવીને બદકામ કરવાના ઇરાદે આરોપી તરંગ ગૌસ્વામી તેમની સગીરવયની દિકરીનું અપહરણ કરી ગયેલ છે.હાલ એસસીએસટી સેલના ઇનચાર્જ ડીવાયએસપી પઠાણ દ્રારા કલમ ૩૬૩, ૩૬૬ (અપહરણ), પોકસો અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ તરંગગીરી ધર્મેન્દ્રગીરી મેઘનાથી જાતે બાવાજી (ઉમર ૨૦) રહે.કણકીયા તાલુકો ગીર ગઢડા જિલ્લો સોમનાથની ધરપકડ કરી હતી.
મારામારીમાં ઇજા
વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે આવેલ દિયાન પેપર મીલમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થયાથી લાલજીભાઈ રામપ્રસાદભાઈ કબીરદાર નામના ૩૬ વર્ષીય મજૂરને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે હાલમાં એ ડીવીજન પોલીસે તપાસ કરી આ અંગે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના નવલખી-કંડલા બાયપાસ ઉપર ઉમા સ્ટીલ વાળી શેરીમાં આવેલ બાલાજી હોમમાં રહેતા અમિત હરેન્દ્રભાઈ મહેતા નામના ૪૧ વર્ષીય યુવાને કોઈ કારણોસર ફીનાઈલ પી લેતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.
સાપ કરડી જતાં સારવારમાં
ટંકારામાં ઘર પાસે પગપાળા ચાલીને જઇ રહેલા સૌરભકુમાર શર્મા નામના ૨૫ વર્ષીય યુવાનનો ચાલતા ચાલતા સાપ ઉપર પગ આવી ગયો હતો જેથી સાપે તેને ડંખ મારતા તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.જ્યારે ટંકારાના લતીપર રોડ ઉપર પ્લોટ વિસ્તારમાં ઢાળિયાની પાસે પગપાળા જતા સાગુસિંગ જેતુસિંગ (૨૧) રહે.સરાયા તા.ટંકારાને વાહન અકસ્માતના બનાવવામાં ઇજાઓ થવાથી સારવારમાં મોરબી ખસેડાયો હતો.
વાહન અકસ્માતમાં ઇજા
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ નજીક આવેલ રિકોન સીરામીકના લેબર કવાટરમાં રહેતો સોનુભાઈ માંગીલાલ નામનો ૩૦ વર્ષીય આદીવાસી યુવાન બંધુનગર પાસેથી જતો હતો ત્યાં રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા તેને અર્ધબેભાન હાલતમાં અહીંની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો જેથી તાલુકા પોલીસ મથકના મણીલાલ ગામેતીએ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
