મોરબીમાં વંદે ગુજરાત પ્રદર્શન-સખી મેળો મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખુલ્લો મૂક્યો
SHARE









મોરબીમાં વંદે ગુજરાત પ્રદર્શન-સખી મેળો મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખુલ્લો મૂક્યો
મોરબી જિલ્લામાં સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ખુલ્લુ મુકેલ છે અને મોરબીના એલ.ઈ. કોલેજના ગ્રાઉન્ડ આજથી આગામી ૮મી જુલાઈ સુધી આ પ્રદર્શની રાખવામા આવશે અને સખી મેળામાં રાજ્યના જુદાજુદા જિલ્લામાંથી સખી મંડળની બહેનો આવી છે અને તેમના માટે ૫૦ જેટલા સ્ટોલ પણ સખી મેળામાં રાખવામા આવેલ છે
ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાં સખી મેળા તેમજ વંદે ગુજરાત પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે આજથી મોરબીના એલ.ઇ. ગ્રાઉન્ડ ખાતે પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો અને વંદે ગુજરાત પ્રદર્શનમાં સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં લોકોમાં વિશ્વાસ વધારીને લોકોની સુખકારીમાં વધારો કરીને જે વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં આવી રહી છે તેની માહિતી આપવામાં આવી રહી છે તેમજ સખી મંડળો દ્વારા વેચાણ તેમજ પ્રદર્શન માટે ૫૦ જેટલા સ્ટોલ રાખવામા આવેલ છે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, નગરપાલિકના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા સહિત હાજર રહ્યા હતા ત્યારે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં મહિલાઓ, યુવાનો, ખેડૂતો તેમજ આમ જનતાની સુખકારીમાં વધારો કરવા માટે અનેક વિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તેનો અસંખ્ય ઓકોએ લાભ લીધો છે, લઈ રહ્યા છે અને આગામી દિવસોમાં પણ લેતા રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી
