હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં રબારી સમાજવાડી- વિદ્યાર્થીભવન માટે જમીનનો પ્રશ્ન મંત્રીની દરમ્યાનગીરીથી ઉકેલાયો


SHARE

















મોરબીમાં રબારી સમાજવાડી- વિદ્યાર્થીભવન માટે જમીનનો પ્રશ્ન મંત્રીની દરમ્યાનગીરીથી ઉકેલાયો

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા સમસ્ત રબારી સમાજની સમાજવાડી અને વિદ્યાર્થીભવનની માંગણીને મંજૂરી અપાવતા રબારી સમાજે મંત્રીનું પુષ્પગૃચ્છ આપી તેમજ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા દરેક સમાજના પ્રશ્નોને પોતાના જ પ્રશ્નો સમજીને નિવારવા હમેશાં પ્રયત્નશીલ છે ત્યારે હાલ જ તેમણે માનવતાવાદી અભિગમ દાખવી રબારી સમાજની લગભગ ૩ પેઢી જૂની માંગણીને પૂર્ણ કરી છે. રબારી સમાજની છેલ્લા ઘણા સમયથી રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવન માટેની માંગણી હતી. જેને મંત્રીશ્રીએ રબારી સમાજના અગ્રણી અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હીરાભાઈ ટમારિયાને સાથે રાખી મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેના પગલે ૩૦ જ દિવસમાં આ માંગણીને ધ્યાને લઈ તેને મંજૂરી આપવામાં આવી છે.

મોરબી જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ દ્વારા પોશ વિસ્તારમાં રબારી સમાજવાડી અને વિદ્યાર્થીભવનની જમીન માટે પણ હુકમ કરી દેવામાં આવ્યો છે. જેથી રબારી સમાજની આ વર્ષો જૂની લાગણીને વાચા આપી રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ અટપટા પ્રશ્નને ઝડપી નિવારવા સતત ફોલોઅપ કર્યું અને તેમની માંગણી પુરી કરી. જેથી રબારી સમાજના આગેવાનોએ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે  અને જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા અને  રબારી સમાજના અગ્રણી સર્વ વાલાભાઈ ખાંભલા, કાનજીભાઈ કુંભારીયા, રમેશભાઈ અજાણા, ભગવાનજીભાઈ ખાંભલા, મહેશભાઈ અજાણા, હિરેનભાઈ કાળોતરા, કારાભાઈ હુણ, સવજીભાઈ હુણ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News