મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશાળ મેદની વચ્ચે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી: હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો


SHARE

















મોરબીમાં વિશાળ મેદની વચ્ચે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી: હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો

આજે અષાઢી બીજના દિવસે મોરબીમાં મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં રબીર અને ભરવાડ સમાજના લોકો જોડાયા હતા અને રસ ગરબા તેમજ હુડાની યુવક યુવતી સહિતનાએ જમાવટ કરી હતી અને મચ્છુ માતાજીના કોઠે પહોચીને રથયાત્રા પૂરી કરવામાં આવી હતી અને આ ધાર્મિક પ્રસંગ દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો


મોરબીમાં દરવર્ષે મચ્છુ માતાજીની રથયાત્રાનું આયોજન રબારી અને ભરવાડ સમાજ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે આજે અષાઢી બીજના દિવસે શહેરમાં રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોરબી જીલ્લાના જુદાજુદા ગામોમાં રહેતા તેમજ બીજા જિલ્લાઓમાંથી ભરવાડ અને રબારી સમાજના લોકો વિશાલ સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેથી શહેરના માર્ગો ઉપર માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને રથયાત્રામાં આવેલા તમામ લોકો માટે મહા પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેવું મચ્છુ માતાજીના મંદિર મહંત ગાંડું ભગતે માહિતી આપતા જણાવ્યુ હતું


એવી કહેવાય છે કે, મોરબીના ગઢની દીવાલ રહેતી ન હતી જેથી પુનિયા મામાએ તેનું માથું આપ્યું હતું ત્યાર બાદ ગઢની દીવાલ રહી હતી જેથી પુનિયા મામા અને મચ્છુ માતાજી વચ્ચે મામા ભાણેજનો સબંધ થયો હતો દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે જો કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે આ રથયાત્રા નીકળી ન હતી પરંતુ આ વર્ષે રથયાત્રા કાઢવામાં આવતા તેમાં અંદાજે ૩૫ થી ૪૦ હજાર કરતાં વધુ લોકો રથયાત્રામાં અને મહા પ્રસાદમાં જોડાયા હતા અને આ દરમ્યાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી એ-ડીવીઝન પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આ ધાર્મિક પ્રસંગ શાંતિપૂર્ણ રીતે અને એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવવામાં આવ્યો હતો


ભરવાડ સમાજના આગેવાન ગોકળભાઈ ભરવાડે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને રસ ગરબાની રમઝટ સાથે મચ્છુ માતાજીના મંદિરેથી કોઠા સુધીની રથયાત્રા યોજાઈ હતી અને હજારો લોકોને મચ્છુ માતાજીના મહા પ્રસાદ લેતા હોય છે તેવી જ રીતે આજે પણ હજારો લોકોએ લાભ લીધો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યા વગર જ રથયાત્રા શાંતિ પૂર્ણ વાતવરણમાં પૂરી થઇ હતી જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો




Latest News