મોરબીમાં વિશાળ મેદની વચ્ચે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા નીકળી: હજારો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો
મોરબી ખાતે વોર્ડ નંબર ૬ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ
SHARE









મોરબી ખાતે વોર્ડ નંબર ૬ માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ
મોરબીના વોર્ડ નંબર ૬ માં સસ્તા અનાજની દુકાન ન હોવાના લીધે લોકોને અગવડતા પડતી હોય અહીંના કાઉન્સિલર દ્વારા આ વિસ્તારમાં સસ્તા અનાજની નવી દુકાન શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
ઘણા સમય પહેલા અહીંયા કબીર ટેકરી વિસ્તારમાં સસ્તા અનાજની દુકાન હતી પણ દુકાનદારે રાજીનામુ આપેલ ત્યારબાદ અહીંયા આજદિન સુધી નવીદુકાન ખોલવામા આવેલ નથી..! જેથી રાશનકાર્ડ ધારકોને વજેપર તથા કાલીકાપ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને લેવા જવુ પડે છે અને મોંધાદાટ રીક્ષા ભાડા ખર્ચવા પડે છે.આ વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પ્રજા રહે છે.જેને આવા રીક્ષા ભાડા પોસાય નહીં છતા ખર્ચ કરીને લેવા જવુ પડે છે. આ વિસ્તારમા આશરે છ હજાર જેટલી વસ્તી છે અગાઉ જે દુકાનદાર પાસે આશરે ૭૦૦ (સાતસો) જેટલા કાર્ડ અન્ય દુકાનદારને તબદીલ કરી નાખેલ છે. જેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે અને ગરીબ માણસો સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીંયા નિયમોનુસાર જાહેરનામુ બહાર પાડીને નવી દુકાન ચાલુ કરવા પાલીકાના સદસ્યા જસવંતીબેન સોનગ્રાએ કલેકટરને અરજ કરેલ છે.
