લોકતંત્ર બચાવો અરજકતા હટાવો રેલીના અનુસંધાને મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ મોરબીના રાજમાતા સ્વ. વિજય કુંવરબા અને અજંતા ગ્રૂપના મોભી સ્વ. પ્રવીણભાઈ ભાલોડીયાના પરિવારને સાંત્વના પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર્ભઇ પટેલ મોરબી સિરામિક નગરીની હવે સ્પિરિચ્યુલ નગરી બનવા તરફની યાત્રા શરૂ થઈ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીના ખેવારીયા ગામે ઝેરી દવા પી ગયેલ બીજી સગીરાનું પણ સારવારમાં મોત મોરબી નજીક કારખાનામાં લેબર ક્વાર્ટરની સીડી ઉપરથી નીચે પટકાતા ઈજા પામેલ 4 વર્ષની બાળકીનું મોત, વેગડવાવ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ મહિલાનું સારવારમાં મોત મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનો મોત, ત્રિકોણબાગના પાર્કિગમાં આંચકી આવતા સારવારમાં ખસેડેલા અજાણ્યા આધેડનું મોત મોરબીમાં આજે દિવાળી: મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં અક્ષરપુરુષોત્તમ મહારાજ સહિત 17 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન
Breaking news
Morbi Today

“આઝાદી કા અમૃત મહોત્સવ”: મોરબી જીલ્લામાં સિનિયર સીટીઝનલ માટે રમત સ્પર્ધાનું આયોજન


SHARE









“આઝાદી કા અમૃત મહોત્સવ”: મોરબી જીલ્લામાં સિનિયર સીટીઝનલ માટે રમત સ્પર્ધાનું આયોજન

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, મોરબી સંચાલીત ચાલુ વર્ષે પણ ૬૦ વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન માટે શુટીંગ વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ, ક્રિકેટ તથા એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે

આ સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા સિનિયર સિટીઝન ભાઈઓ/બહેનોએ નિયત નમુનાનું પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭/૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીથી મેળવી તા.૦૨/૦૯ સુધીમાં સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે. આ ફોર્મ સાથે ડોક્ટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશે. અને સમય મર્યાદામાં આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્ર્મ અંગેની જાણ કરવામાં આવશે જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા અને વધુ માહીતી માટે મો.૯૭૧૪૯૦૪૬૬૯ પર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીએ જણાવ્યુ છે.




Latest News