મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ટ્રેન સંબંધિત પ્રશ્નો ઉકેલવા કેન્દ્રીય રેલમંત્રીને રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં ટ્રેન સંબંધિત પ્રશ્નો ઉકેલવા કેન્દ્રીય રેલમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લામા બ્રોડ ગેજની લાઇન તો વર્ષોથી પથરી દેવામાં આવી છે જો કે, આજની તારીખે મોરબીના વિકાસના પ્રમાણમાં અને અહિયાં બહારના રાજ્ય અને જિલ્લામાથી આવતા લોકોને રેલવેની સુવિધા મળી રહી નથી જેથી કરીને મોરબી જીલ્લામાં ટ્રેનના પ્રશ્નો ઉકેલવા માટે કેન્દ્રીય રેલમંત્રીને કોંગ્રેસનાં આગેવાન દ્વારા રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ કેન્દ્રીય રેલમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે મોરબી જીલ્લામાં મોરબી-માળિયા વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન અગાઉના ધોરણે ચાલુ કરવી, ગાંધીધામ-બાંદ્રા ટ્રેન મોરબીથી અગાઉની જેમ ચાલુ કરવી, સીનીયર સિટીઝનો અને વિકલાંગ માટેની તીકીતમાં અપાતી રાહત યોજના ચાલુ કરવી, મોરબી-વાંકાનેર વચ્ચેના સ્ટેશનો આધુનિક બનાવી સુવિધા આપો, મોરબીથી લાંબા અંતરની કન્ટેનર ટ્રેન ચાલુ કરી સુવિધા આપો, કચ્છ-ગાંધીધામથી ચાલતી લાંબા અંતરની ટ્રેન વાયા મોરબી થઈને ચાલે તેવી સુવિધા આપો અને મોરબીથી લાંબા અંતરની ટ્રેનો એમપી સુધીની સુવિધા આપવા માટે માંગ કરવામાં આવી છે






Latest News