મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો મોરબીમાં ગુજરાત ગેસ કંપનીની ઓફિસના પટાંગણમાં સિરામિક ઉદ્યોગકારો રામધૂન બોલાવીને કર્યા સૂત્રોચ્ચાર: યુદ્ધવિરામ થતા ગેસની ભાવ ઘટાડીને સામાન ભાવે ગેસ આપવાની કરી માંગ ભાજપને જટકો, મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામીએ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી મોરબીના ઉમિયા સર્કલ-દલવાડી  સર્કલ વચ્ચે રોડના કામમાં નડતર રૂપ દબાણો તોડી પાડ્યા હળવદના ચરાડવા ગામે ગાંજાના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપીને પાંચ લાખની ખંડણી માંગવાના ગુનામાં પત્રકારની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં કરાશે ઉજવણી


SHARE











મોરબીના પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં કરાશે ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ થીમ હેઠળ મોરબી જિલ્લા કક્ષાની સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજ વંદન રાજય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ધમેન્‍દ્રસિંહ જાડેજાના  હસ્તે કરવામાં આવશે. મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે આઝાદી કા અમૃત મહોત્‍સવની થીમ સાથે જિલ્‍લા કક્ષાના સ્‍વાતંત્ર પર્વની ઉજવણી સવારે નવ કલાકે શરૂ કરવામાં આવશે.

આ અંગે મોરબી કલેકટર કચેરીના સભાખંડમાં કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષ સ્‍થાને સ્વાતંત્ર પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપી જવાબદારીઓ સોંપવામાં આવી હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના અસરકારક આયોજન માટે જે જવાબદારીઓ સોંપવામાં આવી છે તેને સુપેરે નિભાવી ઉજવણીને સાર્થક કરવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન કોવિડ-૧૯ ની ગાઇડલાઇન સંપૂર્ણપણે પાલન કરવા પણ જણાવ્યું હતું.

સ્વાતંત્ર દિનની પૂર્વ સંધ્યાએ મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકોએ આઝાદી કા અમૃત મહોત્‍સવની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજના ૬ કલાકે તાલુકા કક્ષાના કાર્યક્રમો પૂર્ણ થયા બાદ જૂનાગઢ ખાતે યોજાનાર રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તાલુકા કક્ષાના કાર્યક્રમોના આયોજન માટે જિલ્લા અને તાલુકા કક્ષાની આયોજન સમિતિની રચના કરવા સાથે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેઓ દરેક તાલુકા મથકે રમત-ગમત અને સાંસ્કૃત્તિક વિભાગ દ્વારા નિયત થયેલ દેશભકિતની થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરશે. આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરા, નિવાસી અધિક કલેકટર એન.કે મુછાર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.






Latest News