મોરબી નજીક લૂંટ માટે પિસ્તોલ આપનાર આપનાર શખ્સને પકડીને જેલ હવાલે કરાયો
મોરબીના લીલાપર કેનાલ રોડે એક્ટિવાને હડફેટે લઇને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક પકડાયો
SHARE









મોરબીના લીલાપર કેનાલ રોડે એક્ટિવાને હડફેટે લઇને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક પકડાયો
મોરબીના લીલાપર કેનાલ રોડે લાડલી પાર્ટી પ્લોટ સામેથી પસાર થતા ડબલ સવારી એક્ટિવાને કાર ચાલકે અડફેટે લીધું હતું જેથી એકટીવા ઉપર જતા પિતા-પુત્રમાંથી પુત્રને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી યુવાનનું ઘટના સ્થળે જ પિતાની નજર સામે જ મોત નીપજ્યું હતું અને મૃતક યુવાનના પિતાને ઇજાઓ થઇ હોવાથી તેમને સારવાર માટે ખસેડાયા હતા.મૃતકના મિત્રએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હોય તાલુકા પોલીસે કાર ચાલકને પકડી પાડેલ છે.
મોરબીના રવાપર રોડ ઉપર એપલ એપાર્ટમેન્ટના બ્લોક નં- ૩૦૧ માં રહેતા દિવ્યેશભાઈ કેશવજીભાઇ પટેલ અને તેમના પિતા કેશવજીભાઇ પટેલ બંને એકટીવા લઈને જોધપર ગામથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે લીલાપર કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ પાસે પહોંચતા સામેથી આવતી ફોરવીલ કાર નંબર જીજે ૩૬ એલ ૪૮૬૫ ના ચાલકે એક્ટિવાને સામેથી હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને તેમાં દિવ્યેશભાઈ પટેલને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે તેમના પિતાની નજર સામે મોત નિપજ્યું હતું અને મૃતકના પિતા કેશવજીભાઇ પટેલને પેટના ભાગે અને બંને પગના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.આ અંગે રવાપર ગામે આસોપાવલ સોસાયટીમાં રહેતા મૃતકના મિત્ર શૈલેષભાઈ પ્રભુભાઈ વિઠલાપરાએ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવી હતી જેથી તપાસ અધીકારી અજીતસિંહ પરમારે હાલમાં બેફીકરાઇપુર્વક કાર હંકારીને અકસ્માત સર્જનાર કાર ચાલક પ્રવિણ દામજીભાઇ કાવર જાતે પટેલ રહે.સાધના હાઇટ લીલાપર-કેનાલ રોડ મોરબીની ધરપકડ કરેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
માળિયા મીંયાણા તાલુકાના કુંતાસી ગામના કિશોરભાઈ સોમાભાઈ ભંગેરિયા જાતે કોળી નામના ૨૫ વર્ષના યુવાનને જેપુર અને ખાખરાળા વચ્ચે નવલખી રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા ૧૦૮ વડે સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક નજીક રહેતા નરોત્તમભાઈ હંસરાજભાઈ ઘેટીયા દુકાનેથી પરત ઘરે જતા હતા ત્યારે લારીની સાથે અથડામણમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના લખધીરનગર (નવાગામ) એ રહેતા જબુ હમીરભાઈ સોલંકી નામના ૫૦ વર્ષીય આધેડને વાહન અકસ્માતમાં ઈજા થતા અહીંની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા જે અંગે તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામે રહેતા અલ્પેશ રામજી વેકરીયા નામના ૩૫ વર્ષના યુવાનને ભરતનગર ગામ પાસે આવેલ કેશવ પ્લાઝા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો
