હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

કપરા ચઢાણ: મોરબીની સિરામિક પ્રોડક્ટના એક્સપોર્ટ માર્કેટમાં થતાં સતત ઘટાડાને બ્રેક ન લાગે તો મુશ્કેલી


SHARE

















કપરા ચઢાણ: મોરબીની સિરામિક પ્રોડક્ટના એક્સપોર્ટ માર્કેટમાં થતાં સતત ઘટાડાને બ્રેક ન લાગે તો મુશ્કેલી

મોરબીની સિરામિક પ્રોડક્ટ ઉપર યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગતી હતી જેથી કરીને ચાઈનાની સિરમાઈક પ્રોડક્ટ કરતાં મોરબીની સિરામિક પ્રોડક્ટ મોંઘી થઈ જતી હતી જો કે, કેન્દ્ર સરકારની દરમ્યાનગીરીના લીધે હાલમાં યુએઇમાં જે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગતી હતી તેને હટાવવામાં આવી છે જેથી કરીને મોરબીનો સિરામિક ઉદ્યોગ કે જે હાલમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેને યુએઇનું માર્કેટ પણ મળશે પરંતુ એક્સપોર્ટ માર્કેટ સતત ઘટી રહ્યું છે તેમાં જો બ્રેક નહીં લાગે તો આગામી દિવસોમાં સિરામિક ઉદ્યોગ માટે કપરા ચઢાણ આવે તો નવાઈ નથી

મોરબીની આસપાસમાં સિરામિકના લગભગ ૮૦૦ જેટલા નાનામોટા કારખાના આવેલા છે જેમાં લાખો લોકોને રોજગારી મળે છે અને આ કારખાનાની અંદર બનતી સિરામિક પ્રોડક્ટને દેશમાં અને વિદેશમાં જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે જેથી કરીને સરકારને પણ કરોડો રૂપિયાનો ટેક્સ સિરામિક ઉદ્યોગકારો દ્વારા આપવામાં આવે છે ત્યારે મોરબી વોલ ટાઇલ્સ એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યુ હતું કે, જીસીસીના છ દેશમાં સિરામિક ઉદ્યોગની કમર તૂટી જાય એવી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લાદવામાં આવી હતી માટે ઉદ્યોગકારો હેરાન હતા અને એન્ટી ડમ્પિંગ ડ્યૂટીને હટાવવાની માંગ કરતાં હતા જે હાલમાં દૂર કરવામાં આવી છે જેથી કરીને અહીના ઉદ્યોગકારોને યુએઇનું માર્કેટ સર કરવાની આશા બંધાણી છે

દુનિયામાં આજે સિરામિકનો ઉદ્યોગ ભારતના મોરબી ઉપરાંત ચાઈના અને ઈટલીમાં છે અને ચાઈનામાં આજની તારીખે નેચરલ ગેસ આસરે ૧૫ રૂપિયાના ભાવથી આપવામાં આવે છે અને મોરબીમાં ટેક્સ સાથે ૫૮ રૂપિયાથી વધુના ભાવથી ગેસ ઉદ્યોગકારોને સપ્લાય કરવામાં આવે છે ત્યારે ઇન્ટર નેશનલ માર્કેટમાં અહીના ઉદ્યોગકારોને ટકવું મુશ્કેલ વાણી ગયું છે અને ઉદ્યોગકારોને તેના યુનિટ ચાલુ રાખવા માટે ઘણી આર્થિક મૂંઝવણનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં ગેસ ઉપરાંત અન્ય રોમટિરિયલ્સના ભાવમાં વધારો  થયો હોવાથી સિરામિક પ્રોડક્ટની પડતર કિંમત વધી રહી છે જેથી મોરબીના ઉદ્યોગકારો ચાઈનાની સામે ઇન્ટરનેશનલ માર્કેટમાં ટકી શકે તેમ નથી અને એક્સપોર્ટ સતત ઘટી રહ્યું છે જો આવીને આવી પરિસ્થિતી રહી તો મોરબીના સિરામિક ઉદ્યોગની મુશ્કેલીઓમાં હજુ પણ વધારો થાય તો નવાઈ નથી

મોરબી વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા સાથે વાત કરતાં તેને કહ્યું હતું કે, મોરબી પંથકના સિરામિક ટાઇલ્સ અને સેનેટરી વેર્સના કારખાના આવેલા છે તેમાંથી મોટાભાગના ઉદ્યોગકારોને સાઉદીમાં માલ સપ્લાઈ કરે છે જો કે, સાઉદીના દેશોમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો પ્રશ્ન હતો જેના લીધે મુશ્કેલી હતી તે છેલ્લે કરવામાં આવેલા ફોરેન ટ્રેડના કરારના લીધે દૂર થયેલ છે અને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાંથી મુક્તિ મળી ગયેલ છે પરંતુ કોરોના પછીની પરિસ્થિતી અને હાલમાં ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ સહિતના કારણોસર મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી એક્સ્પોર્ટ સતત ઘટી રહ્યું છે તે હકકીત છે

સાઉદી અરેબિયા ભારતના સિરામિક માટે સૌથી મોટું માર્કેટ છે અને ત્યાં છેલ્લા ઘણા સમયથી ચાઈના કરતા ભારતની ટાઈલ્સ ઉપર બમણી કરતાં પણ વધુ એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખવામાં આવી હતી જેથી એન્ટી ડમ્પિંગ ડ્યુટીના લીધે માર્કેટને નુકશાન થયું હતું જો કે, હાલમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી દૂર કરવામાં આવી છે મોરબીની સિરામિક ટાઇલ્સ ચાઈના કરતાં ત્યાં સસ્તી થશે જેથી કરીને ભારતના ઉદ્યોગકારોનું  એક્સ્પોર્ટ વધશે તેવી અહીના ઉદ્યોગકારોને આશા છે અત્રે ઉલેખનીય છે કે, જીસીસીના છ દેશ આવે છે જેમાથી કતાર, કુવેત અને ઓમાનમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી  લેવામાં આવી રહી ન હતી જો કે, યુએઇ, સાઉદી અરેબિયા અને બહેરીનમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી લેવામાં આવી રહી હતી તેમાંથી યુએઇમાં એન્ટી ડમ્પિંગ ડ્યુટી દૂર થયેલ છે તેનો કેટલો ફાયદો ઑક્સીજન ઉપર આવી ગયેલા મોરબીના ઉદ્યોગકારોને મળશે તે તો આગામી સમય જ બતાવશે




Latest News