વાંકાનેરના હશનપરથી વાલીથી છુટા પડેલ ચાર બાળકોનું પોલીસે મિલન કરાવ્યુ
મોરબી નજીક લૂંટ માટે પિસ્તોલ આપનાર આપનાર શખ્સને પકડીને જેલ હવાલે કરાયો
SHARE









મોરબી નજીક લૂંટ માટે પિસ્તોલ આપનાર આપનાર શખ્સને પકડીને જેલ હવાલે કરાયો
મોરબીના ઉંચી માંડલ પાસે આવેલ મોબાઈલ શોપમાં બે હિન્દીભાષી શખ્સો દ્વારા દુકાનદારને બંદૂક બતાવીને લૂંટ કરવામાં આવી હતી અને લૂંટારુઑ અંદાજે રૂા.૨૫,૦૦૦ ની લૂંટ કરીને ભાગી રહ્યા હતા ત્યારે દુકાનદારે હિંમત કરીને તેનો પીછો કર્યો હતો અને પથ્થરના ઘા કર્યો હતો જેથી કરીને લૂંટારૂએ તેની પાસે રહેલી પિસ્તોલમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે બે આરોપીની લુંટના ગુનામાં ધરપકડ કરી હતી અને ત્રીજો આરોપી સગીરવયનો હોય તેને હસ્તગત કરી રીમાંડ હોમમાં મુકયો હતો.જ્યારે લૂંટારૂઓને હથિયાર આપનાર ઇસમની પણ તાલુકા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને હાલ તેને જેલ હવાલે કરાયો હોવાનું જાણવા મળેલ છે.
મોરબી તાલુકાનાં ચકમપર ગામે રહેતા મોન્ટુભાઈ ચુનિભાઈ કાલરીયાની ઊંચી માંડલ ગામ પાસે સિટી પલ્સ મોબાઈલ નામની દુકાન આવેલ છે જેમાં બે બુકાનીધારી શખ્સો આવ્યા હતા અને તે પૈકીનાં એક શખ્સે બંદૂક બતાવીને દુકાનદાર પાસેથી રોકડા રૂા.૨૫ હજારની લૂંટ કરી હતી.જેથી દુકાનદારે તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો અને આ ગુનામાં પોલીસે અરૂણ ચંદ્રકાંત ચંદેલ જાતે ખાટકી (ઉમર ૨૩) રહે.રામદેવ માર્ગ જાદવ નિમચ મધ્યપ્રદેશ અને પ્રકાશ દાલચંદ ભીલ આદીવાસી (ઉમર ૧૮) રહે.ખોર જાવદખાટકી મહોલ્લો જિલ્લો નીમચ મધ્યપ્રદેશની ધરપકડ કરી હતી અને આ ગુનામાં આરોપીની સાથે સંડોવાયેલ સગીરવયના આરોપીને હસ્તગત કરીને રીમાંડ હોમમાં મુકાયો હતો. ઉપરોક્ત ત્રણેય ઇસમો ચોરી કરેલ બાઇક લઈને લૂંટને અંજામ આપવા પહોંચ્યા હોય ત્રણ પૈકીના અરુણ અને પ્રકાશની બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે બાઇક ચોરીના ગુનામાં પણ ધરપકડ કરી હતી.
લુંટ તેમજ આર્મ્સ એકટના ઉપરોક્ત બનાવમાં લુંટારૂને હથિયાર આપનારની તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી હતી અને તાલુકા પીઆઇ વી.એલ.પટેલ દ્વારા લૂંટારૂને લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર આપનાર વાચસ્પતિ ઉર્ફે બીટુ હેમંતજી રામેશ્વરજી ડોરીયા જાતે બ્રાહ્મણ (ઉમર ૩૧) રહે.ડોરીયા ઘાટ શીતળા માતા મંદિર પાસે તા.જાદવ જી.નિમચ મધ્યપ્રદેશની પણ ઉપરોકત ગુનામાં ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જેલહવાલે કરવા હુકમ કરતા તેને હાલ જેલહવાલે કરાયો છે.
યુવાન સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ પ્રભુભાઈ અંબાણી નામનો ૩૩ વર્ષેનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે તેનું બાઈક મોડી રાત્રિના દોઢ વાગ્યાના અરસામાં અન્ય બાઈક સાથે અથડાતાં માથાના ભાગે ગંભીરપણે ઘવાયેલ હાલતમાં તેને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ રીફર કરાયો છે બનાવીને પગલે હાલમાં એ ડીવિઝન પોલીસ મથકના એચ.એમ ચાવડા અને સંજયભાઈ આહીર દ્વારા નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
