મોરબી જીલ્લામાં વાંકાનેર અને ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે
SHARE









મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના સાથે તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે
મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મહેનત અને ખંતથી ઉજ્જવળ પરિણામ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન આગામી તા.૩૧-૭ ના રોજ કરવામાં આવ્યું છે.તેમજ 'સરસ્વતી સન્માન' કાર્યક્રમના નેજા હેઠળ ધો.૧ થી ૧૨ ના છાત્રોને સન્માનિત કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખે યાદીમાં જણાવ્યા અનુસાર ધો.૧ થી ૯ ના જે વિદ્યાર્થીઓએ ૮૦ ટકા અને ધો.૧૦ થી ૧૨ માં ૭૦ ટકાથી વધુ પરિણામ મેળવ્યું હોય તેઓએ માર્કશીટની પ્રમાણિત નકલ રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૦-૭ થી ૨૩-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.
વડીલ વંદના કાર્યક્રમ યોજાશે
રામાનંદી સાધુ સમાજ દ્વારા ભારે પરિશ્રમથી ભણાવીને જીવનનો નવો રાહ ચિંધનારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે તા.૧૭-૭ ના રોજ વડીલ વંદના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના આ વડીલોનું સન્માન કરવામાં આવશે.આ અંગે રામાનંદી સાધુ સમાજના પ્રમુખની યાદીમાં જણાવ્યા અનુસાર, સમાજના ૭૫ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સીટીઝનોઓ પોતના ઉંમરના પુરાવા સ્વરૂપે આધારકાર્ડ કે જન્મનો દાખલો તેમની અરજી સાથે રામાનંદ ભવન, રામઘાટ, મોરબી ખાતે સવારે ૧૦ થી ૧૨ સુધીમાં તા.૧૫-૭ સુધીમાં જમા કરાવવાની રહેશે.ઉપરોકત બંને બાબતો માટેની વધુ માહીતી માટે મોબાઈલ નં.૯૮૭૯૯ ૯૩૭૦૫ અથવા ૭૦૫૯૦ ૯૭૦૦૨ ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
