હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મારું મોરબી હરિયાળું મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ


SHARE

















મારું મોરબી હરિયાળું મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણ

લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મારું મોરબી હરિયાળું મોરબી અંતર્ગત દર વર્ષે ચોમાસાના પ્રારંભે રોપા વિતરણ કાર્યક્રમને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ મોરબીના કે.બી.વાઘેલા દ્વારા ખુલ્લો મૂકવામાં આવેલ અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આશરે ૪૦૦૦ જેટલાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ મોરબીના વાઘેલાએ મોરબીની પર્યાવરણ પ્રેમી જનતા, તેમજ મોરબીના ઉધોગિક સાહસિકોને અપીલ સાથે જણાવેલ છેકે હવે આપણે પર્યાવરણ બાબતે જાગવાની જરૂર છે અને આપણી આવનારી પેઢીને પોલ્યુશનથી બચાવવા મોરબીના સફળ ઉધોગ સાહસિકોએ ખાસ આગળ આવવું પડશે.પોતે પોતાની કંપનીમાં, રોડ સાઈડ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવું જોઈએ જો આમ કરવા ઉદ્યોગકારો સમય ફાળવવા ફ્રી ન હોય તો પર્યાવરણ ઉપર કામ કરતી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી જેવી અનેક એનજીઓ છે તેમને હર હંમેશ દરેક રીતે પ્રોત્સાહન પૂરું પાડીને પણ સમાંજ ઉપયોગી થઈશું તો જ આપડે આવનારા સમયમાં વધતા જતા પોલ્યુશનથી મોરબી, ગુજરાત અને રાષ્ટ્રને બચાવી શકીશું અને આવનારી પેઢીને વારસામાં જલ અને પર્યાવરણની જાળવણી કરીને સામાજીક અને રાષ્ટ્રીય ફરજ સ્વેચ્છાએ અદા કરશુ તો ચોક્કસ આપડે આપડા શહેર મોરબી, ગુજરાત અને રાષ્ટ્રને હરિયાળું બનાવી શકીશું.

આ તકે ખાસ ઉપસ્થિત રહેલ લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ (સૌરાષ્ટ્ર કચ્છ) નાં દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશ રૂપાલા, ઝોન ચેરમેન મનીષ પારેખ, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ જગદીશભાઈ કાવર, મંત્રી કેશુભાઇ દેત્રોજા, ખજાનચી ટી.સી.ફુલતરીયા, પ્રોજેકટ ચેરમેન અમૃતલાલ એસ.સુરાણી તથા ભીખાભાઈ લોરિયા, બિરેન્દ્રસિંહ રાઠોડ, રશ્મિકાબેન રૂપાલા, મીનાક્ષીબેન કાવર, ધીરુભાઈ આદ્રોજા, પ્રદીપભાઈ ભૂવા, તુષારભાઈ દફતરી, રાકેશભાઈ ક્રિષ્નાની તેમજ લાયન્સ કલબ મોરબી પરીવારને સમાજમાં રોપા વિતરણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ.આ તકે વાધેલાનો લાયન્સ ક્લબ ઓફ મોરબી પરિવારે હાજરી આપી પ્રોત્સાહીત કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News