મોરબીમાં પૂર્વ ધારાસભ્યના નિવાસ સ્થાને પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા
વાંકાનેર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષને નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં કર્યું વૃક્ષારોપણ
SHARE









વાંકાનેર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષને નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં કર્યું વૃક્ષારોપણ
વાંકાનેર તાલુકાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ અશોકભાઈ સતાસીયાએ શિક્ષક તરીકે, આચાર્ય, સી.આર.સી. અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર તરીકે વિવિધ હોદા પર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં પ્રકૃતિ પ્રત્યે ઋણ ચૂકવવા હાલ જ્યારે ગ્લોબલ વોર્મિંગ કારણે દિન પ્રતિદિન પૃથ્વીનું વાતાવરણ વધતું જાય છે ત્યારે વધુને વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે ત્યારે વૃક્ષોનું મહત્વ સમજી અશોકભાઈ સતાસીયાએ નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં ત્રીસ મોટા મોટા વૃક્ષો પીંજરા સાથે વાવીને ત્રીસ વર્ષની સફળ સર્વિસની વિશિષ્ટ પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આ પ્રસંગે મહાવીરસિંહ ઝાલા, વનુભાઈ સુરેલા, હસુભાઈ મકવાણા, વાંકાનેર બી.આર.સી.કો.ઓ. મયુરસિંહ, એસ.એમ.સી ચંદુભાઈ ફાંગલિયા અને નાનુભાઈ ફાંગલિયા, સદભાવનામાંથી મુકેશભાઈ ડોબરીયા શાળાના શિક્ષક હસુભાઈ મકવાણા તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલાના સંગઠન મંત્રી ક્રિષ્નાબેન કાંસુંદ્રા અને રાધિકાબેન વાછાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા
