મોરબી જીલ્લામાં વહિવટી તંત્ર દ્વારા વરસાદી સીઝનમાં સાવચેતીની માર્ગદર્શિકા બહાર પડાઈ
મોરબીમાં પૂર્વ ધારાસભ્યના નિવાસ સ્થાને પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા
SHARE









મોરબીમાં પૂર્વ ધારાસભ્યના નિવાસ સ્થાને પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા
મોરબીથી શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા યથાવત રાખવા મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જેમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ચિ.ક્રિષ્નાબેન ભુપતભાઇ રામજીભાઈ પરમારના લગ્ન ચિ. પ્રિન્સ અંબારામ સવસાણીની સાથે યોજાયા હતા. આ પ્રસંગેબી ટંકાર તાલુકા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન અરવિંદભાઈ કૈલા, ટંકાર તાલુકા ભાજપ મહિલા મોરચાના સભ્ય કવિતાબેન દવે, મોરબી જિલ્લા ભાજપ પુર્વ મંત્રી ભણજીભાઈ તેજભાઈ વરસડા, મોરબી શહેર ભાજપ સોશિયલ મીડિયા સેલના કન્વીનર ભરત એલ. બારોટ તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવયુગલને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.
