વાંકાનેર શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષને નોકરીના ત્રીસ વર્ષ પૂર્ણ થતાં કર્યું વૃક્ષારોપણ
મોરબીના ઘુંટુ સહિતની ત્રણ ગ્રામ પંચાયતને મીની ટ્રેક્ટરનું લોકાર્પણ કરાયું
SHARE









મોરબીના ઘુંટુ સહિતની ત્રણ ગ્રામ પંચાયતને મીની ટ્રેક્ટરનું લોકાર્પણ કરાયું
મોરબીના ગામેગામ વંદે ગુજરાત વિકાસ યાત્રા ફરી રહી છે ત્યારે લોકોને વિવિધ યોજનાઓના લાભ પણ આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મોરબીના ઘુંટુ ઘુંટુ સહિતની ત્રણ ગ્રામ પંચાયતને ૧૫માં નાણાપંચની ગ્રાન્ટમાંથી મીની ટ્રેક્ટરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે ડીડીઓ પરાગ ભગદેવ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, દેવજીભાઇ પરેચા સહિતના અગ્રણીઓ તથા ગ્રામજનો હાજર રહ્યા હતા ત્યારે વન વિભાગ દ્વારા ઔષધિય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા માં કાર્ડ, પોષણ કીટ વગેરેના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
