મોરબી જલારામ મંદિરે સદાવ્રત સદ્ગતભાઈની પુણ્યતિથીએ મહાપ્રસાદ યોજયો
ટંકારા તાલુકાના હીરાપર ગામે મકાનમાંથી સીસીટીવી કેમેરાના ડીવીઆર ની ચોરી
SHARE









ટંકારા તાલુકાના હીરાપર ગામે મકાનમાંથી સીસીટીવી કેમેરાના ડીવીઆર ની ચોરી
ટંકારા તાલુકાના હીરાપર ગામે રહેતા યુવાનના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને રાત્રી દરમિયાન દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી કરીને લઈ ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ ટંકારાના હીરાપર ગામના રહેવાસી અને હાલમાં અમદાવાદના રાજીવનગર વિભાગ-2 માં રહેતા બાબુલાલ કાળુભાઈ સારેસા (47) એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ગત તારીખ 4/7 ના સવારના દસેક વાગ્યા પહેલા કોઈપણ સમયે અજાણ્યા તસ્કર દ્વારા તેના હીરાપર ગામે આવેલા મકાનના મેઇન દરવાજાનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘરમાં રાખેલા સીસીટીવી કેમેરાનું ગોદરેજ કંપનીનું ડીવીઆર જેની કિંમત રૂપિયા 5000 નો મુદ્દામાલ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
એક બોટલ દારૂ
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ જુના સ્મશાન પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે સમીર અકબરભાઈ રાજા જાતે સંધિ (ઉંમર વર્ષ 20) રહે. લાતી પ્લોટ શેરી નંબર 12 ખ્વાજા પેલેસ પાછળ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી બાબુ મહેબૂબભાઈ માયક રહે. પંચાસર રોડ મોરબી વાળા નું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવી શરૂ કરી છે
