મોરબીમાં 5 અને ટંકારા- હળવદમાં પોણા બે ઇંચ વરસાદ: હજનારીથી કુંતાસી તરફ જવાનો રસ્તો બંધ
મોરબીના ચંદ્રકાન્ત દફતરીને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સર્વોચ્ચ એવોર્ડ એમ્બેસેડર ઑફ ગુડવીલથી સનિમાનીત કરાયા
SHARE









મોરબીના ચંદ્રકાન્ત દફતરીને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સર્વોચ્ચ એવોર્ડ એમ્બેસેડર ઑફ ગુડવીલથી સનિમાનીત કરાયા
સેવા સમર્પણ અને સાદગીને વરેલા મોરબીના ચંદ્રકાન્ત દફતરીને ૨૦૦ થી વધુ દેશમાં સેવા કરતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા તાજેતરમાં મોંટીરીયલ કેનેડા ખાતે મળેલા અધિવેસનમાં લાયન્સ કલબનો સર્વોચ્ચ એવોર્ડ તેમની સેવાઓને ધ્યાનમાં લઈને જાહેર કરવામાં આવ્યો હતો.ગત તા.૯ મી જુલાઈએ જામનગરમાં સૌરાષ્ટ્ર અને કચ્છના લાયન્સ કલબના અધિવેસનમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના વિશ્વના તૃતીય ઉપપ્રમુખ એ.પી.સિંઘ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.કલબ દ્રારા એમ્બેસેડર ઓફ ગુડ વીલનો આ પ્રતિષ્ઠટ એવોર્ડ દર વર્ષે વિશ્વમાંથી માત્ર ૨૫ વ્યક્તિઓને જ એનાયત કરવામાં આવે છે.
મોરબીના ચંદુભાઇ દફતરીએ છેલ્લા પાંચ વર્ષથી જન્મથી બેરા મૂંગા ૧૬૫૦ થી વધુ બાળકોને શોધીને ગુજરાત સરકાર દ્વારા થતા કોકલીયર ઇમપ્લાન્ટ સર્જરી કરાવી આપવા માર્ગદર્શન આપીને તેવી બાળકોને બોલતા સાંભળતા કરવામાં મદદ કરી છે અને સોસીયલ મીડિયામાં જબરજસ્ત પ્રચાર પ્રસાર થતા દેશના તમામ રાજ્યોમાં છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા આ પ્રોજેક્ટને વેગ મળેલ છે.આ ઉપરાંત વિધવા બહેનોને દર મહિને રેસન કીટનો પ્રોજેક્ટ પણ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ માં તેઓ દ્વારા શરૂ કરાવવામાં આવેલ જે આજે પણ દરેક કલબો દ્વારા થઈ રહ્યો છે.ચંદુભાઇ દફતરી દ્વારા વિસાવદર, જૂનાગઢ અને ચોરવાડમાં હોસ્પિટલનું સંચાલન, રાજકોટમાં ૯૬ દીકરીઓ માટે ગર્લ્સ હોસ્ટેલ, મોરબીમાં ઇલેક્ટ્રિક સ્મશાન અને કિડની ડયાલીસીસ સેન્ટરમાં તેઓ સેવારત છે.તેમની પ્રેરણાથી વિસાવદર અને ભાવનગર મુકામે પણ ડાયાલીસ સેન્ટરો શરૂ કરવામાં આવેલ છે.ચંદુભાઇ દફતરીની આ સિદ્ધિ બદલ તેમના શુભેચ્છકો તેમની મોબાઇલ નંબર ૯૮૨૫૨ ૨૩૧૯૯ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
