મોરબીમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર પકડાયો
SHARE









મોરબીમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ આચરનાર પકડાયો
મોરબીમાં ઘરકામ કરવા ગયેલ અસ્થિર મગજની યુવતીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું જે અંગે જાણ થતાં ભોગ બનેલી યુવતીની માતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેથી પોલીસે આરોપીને પકડીને આગળની તપાસ હાથ ધરી છે.
મૂળ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના સીટી વિસ્તારમાં રહેતા પરિવારની અસ્થિર મગજની યુવતી ઘરકામ કરવા માટે ગયેલી હતી ત્યારે યુવતીની અસ્થિર મગજતાનો ગેરલાભ ઉઠાવીને તેણીની સાથે બળજબરીપૂર્વક જાતીય પ્રવેશ કરવામાં આવ્યો હતો.જેથી ભોગ બનેલ યુવતીની માતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે કુકર્મ આચરનાર સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેને લઇને હાલમાં પોલીસ દ્વારા ઉપરોકત ગુનામાં જયેશ ઉર્ફે લાલો અશ્વિન મીરાણી જાતે લોહાણા (ઉમર ૩૫) રહે.આવાસ યોજનાના ક્વાર્ટરમાં કંડલા બાયપાસ મોરબી વાળાની કલમ ૩૭૬ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ધરપકડ કરીને આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
યુવાન સારવારમાં
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા અશોકભાઈ મોહનભાઈ પાડલીયા નામનો ૪૪ વર્ષીય યુવાન પંચાસર રોડ ઉપરથી બાઇક લઈને જતો હતો.ત્યારે કુળદેવી ડેરી પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે ટંકારા તાલુકાના સાવડી ગામના મગનભાઈ વાલજીભાઈ ભાગીયા નામના ૫૨ વર્ષીય આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે તેઓના બાઈક ખૂટીયા સાથે અથડાતા બાઈક પલ્ટી મરી ગયુ હતુ જેથી ઇજાગ્રસ્ત મગનભાઈને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.
વૃદ્ધા સારવારમાં
મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા જમનાબેન દિનેશભાઈ વાણીયા નામના ૪૯ વર્ષીય મહિલા પોતાના પુત્રના બાઈકમાં પાછળના ભાગે બેસીને હરિઓમ સોસાયટી ભડીયાદ રોડ તરફ જતા હતા ત્યારે રસ્તામાં નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ડાબા હાથના ભાગે ઇજાઓ થવાથી તેમને અત્રેની મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
