મોરબીના પંચાસર રોડ ઉપર ભુવો પડતા દૂધનું મેટાડોર ફસાયુ
SHARE









મોરબીના પંચાસર રોડ ઉપર ભુવો પડતા દૂધનું મેટાડોર ફસાયુ
મોરબીના પંચાસર રોડ ઉપર થોડા સમય પહેલા ભૂગર્ભની લાઈન પાથરવા માટેની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે માટીનું પુરાણ કામ કરવામાં આવ્યું ન હતું. જેથી કરીને ગતરાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે ભૂગર્ભની લાઈન પાથરવામાં આવ્યા બાદ પાથરેલી માટી બેસી ગઈ હતી જેથી કરીને આજે સવારે મોરબીના જુદા જુદા વિસ્તારમાં દૂધ આપવા માટે થઈને નીકળેલ દૂધનું મેટાડોર ત્યાં રસ્તામાં ફસાઈ ગયું હતું અને પંચાસર ઉપર વહેલી સવારે ટ્રાફિકજામ થઈ ગયો હતો અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા આ રસ્તાના ભુવામાં ફસાયેલ મેટાડોરને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને રસ્તા ઉપર ટ્રાફિકને કાર્યરત કરવામાં આવ્યો હતો. આવી જ રીતે અન્ય વિસ્તારમાં ભુવા પડે અને કોઈ જીવલેણ અકસ્માત ન સર્જાય તે માટે યોગ્ય કામ જવાબદાર તંત્ર દ્વારા કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે
