માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા મચ્છુ નદિ પર નવા બે બ્રીજ બનાવવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત


SHARE

















મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા મચ્છુ નદિ પર નવા બે બ્રીજ બનાવવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત

મોરબીની ટ્રાફીક સમસ્યા ઉકેલવા માટે મચ્છુ નદિ પર નવા બે બ્રીજ બનાવવા માટે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા સીએમ ભુપેન્દ્રભાઇ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

 હાલમાં માજી ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં જણાવ્યુ છે કે, મોરબી જિલ્લો બન્યા બાદ પહેલા કરતાં પણ ખૂબ ઝડપથી વિકાસ પામતું વિશ્વવિખ્યાત ઔદ્યોગીક શહેર છે શહેરની મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદિના એક બાજુએ નેશનલ હાઇવેની આસપાસ અંદાજે ૪૦ કિ.મી. લંબાઇમાં ઔદ્યોગીક એકમો આવેલો છે અને બીજી તરફ મોરબીનો મોટા ભાગનો રહેણાંક વિસ્તાર આવેલો છે એક બાજુથી બીજી બાજુએ જવા માટે હાલમાં મચ્છુ નદિ પર પાડાપુલ તથા મયૂરપુલ એમ બે પુલ આવેલ છે

મૉરબીના ટ્રાફીક તથા વાહનો તેમજ બહારગામથી આવનારા વાહનોને લક્ષમાં લેતા આ બન્ને બ્રીજ અપૂરતાં છે મોરબીના મચ્છુબારી-દરબારગઢ થી મહાપ્રભુજીની બેઠક સુધીનો સબમર્સીબલ બ્રીજ અને લીલાપર રોડ પરના ઈલેક્ટ્રિક સ્મશાનથી ભડીયાદ હેડવર્કસ જયાં રાજાશાહીના વખતની મહાજનની પાજ આવેલી છે . આ બન્ને જગ્યાએ નવા બ્રીજ બનાવવામાં આવે તો મોરબીની ટ્રાફીક સમસ્યા હળવી થશે અને અકસ્માતો તથા ટ્રાફીક જામ નાબુદ થશે અથવા ઓછા થશે આ અંગે અમોએ પહેલા પણ રજુઆત કરેલ છે અને હાલમાં સ્પેશ્યાલ ગ્રાન્ટ ફાળવી મચ્છુ નદીએ બે પુલ બનાવવા ઘટતી કાર્યવાહી ત્વરીત કરવામાં આવે તેવી લાગણી માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ વ્યક્ત કરેલ છે




Latest News