મોરબીની ટ્રાફિક સમસ્યા ઉકેલવા મચ્છુ નદિ પર નવા બે બ્રીજ બનાવવા માજી ધારાસભ્યની સીએમને રજૂઆત
મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ, ખોખરા હનુમાન, રામધન આશ્રમ અને શાંતિવન આશ્રમમાં ઉજવાશે ગુરુપૂર્ણિમા
SHARE









મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ, ખોખરા હનુમાન, રામધન આશ્રમ અને શાંતિવન આશ્રમમાં ઉજવાશે ગુરુપૂર્ણિમા
મોરબી જિલ્લા ઘણા દેવસ્થાનોમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને છેલ્લા બે વર્ષથી મોટાભાગના દેવા સ્થાનોમાં સાદગી સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ વખતે ભવ્ય ઉજવણીના આયોજનો કરવામાં આવેલ છે
મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરમાં દર વર્ષે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે જો કે, આગામી તા.૧૩ જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે ગુરુપૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને મંદિરે પુજન અને દર્શન માટે લોકો આવી શકશે તે સહિતનું વ્યવસ્થા દરેક ભક્તો સહિતના લોકો માટે કરવામાં આવી છે તેવું મંદિરના મહંત અને ટ્રસ્ટ વતી જીતેન્દ્રપ્રકાશજી ત્રિવેદીએ જણાવ્યુ છે
રામધન આશ્રમ
દરવર્ષે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જો કે, છેલ્લા બે વર્ષથી ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી ન હતી અને હાલમાં કોરોનાના કેસ ઓછા છે ત્યારે આ વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે તા.૧૩ જુલાઈના રોજ સવારે ગુરુ પૂજના, કૂવારિકા પૂજન, પોથી પૂજન સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે તેવું આશ્રમના મહંત ભાવેશ્વારી માતાજીએ જણાવ્યુ છે
શાંતિવન આશ્રમ
મોરબીના વીસીપરામાં ધોળેશ્વર સ્મશાન પાસે આવેલ સંત શિરોમણી કેશવાનંદ બાપુના શાંતિવન આશ્રમે દર વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવે છે જો કે, છેલ્લા બે વર્ષથી કોરોનાના લીધે ઉજવણી મોકૂફ રાખવામા આવી હતી પરંતુ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૭ કલાકે ગુરુપૂજન, ગુરુ યાગ, સાંજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ રાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને સંતવાણીમાં ગાયક શૈલેષભાઈ રાવલ, ભજનિક કરસનભાઈ સાગઠીયા, લલીતાબેન ઘોડાદ્રા, વિજયભાઈ મકવાણા, લાલાભાઇ, દેવાંગભાઈ, નીતિનભાઈ, ભરતભાઈ સહિત જમાવટ કરશે
ખોખરા હનુમાન
મોરબી નજીકના ખોખરા હનુમાન હરિહર ધામમાં મહામંડલેશ્વર મા કનકેશ્વરી દેવીજીના સાનિધ્યમાં ગુરૂ પૂર્ણિમા નિમિત્તે તા.૧૩ ના રોજ ગુરૂ પૂર્ણિમા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગુરૂ પૂજન, ગુરૂ મહિમા સત્સંગ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે અને તા ૧૨ ના રોજ રાત્રે ૧૦ વાગ્યે સંતવાણીનું આયોજન કરાયું છે. જેમાં નિરંજનભાઈ પંડ્યા સહિતના કલાકારો આવવાના છે તેમજ ગુરૂપૂર્ણિમાની સાથે ત્યાં મંદ બુદ્ધિ પ્રશિક્ષણ કેન્દ્રનો પણ શુભારંભ કરવામાં આવશે. આ કેન્દ્રમાં આશ્રમની વ્યવસ્થા મુજબ બાળકોને નિવાસ, ભોજન સહિત સગવડ આપવામાં આવશે અને ગુરૂપૂર્ણિમાના દિવસે બપોરે મહાપ્રસાદ યોજાશે
ભીમનાથ મહાદેવ
મોરબી નજીકના લજાઈ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુરુ પૂજના, દેવ પૂજન સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે તેવું ભીમનાથ મહાદેવના સેવક પાસેથી જાણવા મળેલ છે
પરશુરામ ગ્રૂપ
મોરબીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજન તથા ગુરૂવંદના સહિતના કાર્યક્રમનું જુદીજુદી જગ્યાએ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તા૧૩ ના રોજ સાંજે ૫થી ૭ કલાકે શંકર આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે ગુરૂપૂજન સહિતના કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભૂદેવોના ગુરૂ શંકરાચાર્યનું પુજન તથા ગુરૂવંદના શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા કરાવશે.
