મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ, ખોખરા હનુમાન, રામધન આશ્રમ અને શાંતિવન આશ્રમમાં ઉજવાશે ગુરુપૂર્ણિમા
મોરબી પોલીસની સી ટીમે નવ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
SHARE









મોરબી પોલીસની સી ટીમે નવ વર્ષની બાળકીનું પરિવાર સાથે કરાવ્યુ મિલન
મોરબી ની સી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મહેન્દ્ર ડ્રાઇવ રોડ ગોલા બજારમાંથી એક નાની બાળકી એકલી મળી આવી હતી તેની પુછપરછ કરતા તેનું નામ સોનમબેન રામભાઇ નિનામા (૯) રહે. અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાના વાળી હોવાનું સામે આવ્યું હતું અને તેના માતા પિતા મોરબી ખાતે રહેતા હોય તેના દાદી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં રહેતા હોય ત્યા જવું હતું જેથી ઘરેથી એકલી નીકળી ગયેલ હતી અને તેના માતા-પિતા તથા દાદીનો સંપર્ક કરી અણીયારી ટોલ નાકા પાસે નવા બનતા લ્યુઓ ગ્રેસ પોલીપેકના કારખાનામાં જઇ તેના પરીવાર સાથે પુનઃમિલન કરાવી બાળકીને તેના માતા-પિતાને સોપી આપેલ છે. આ કામગીરી પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પ્રવિણસિંહ બનેસિંહ જાડેજા, મિલનકુમાર લાલજીભાઇ, મહિલા પોલીસ પૂનમબેન બેચરભાઇ, મોનાબેન કિરણસિંહ, સોનલબેન મુળજીભાઇ વિગેરેએ કરી હતી
