માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૬૫ ટકા ખરીફ પાકોનું વાવેતર કરાયું


SHARE

















મોરબી જિલ્લામાં ૬૫ ટકા ખરીફ પાકોનું વાવેતર કરાયું

મોરબી જિલ્લામાં ચોમાસુ પાક લેવા માટે ખરીફ પાકનું વાવેતર કરવામાં આવી રહયું છે અને હાલમાં ૬૫ ટકા ખરીફ પાકોનું વાવેતર કરી દેવામાં આવ્યું છે જેમાં ૧.૩૫ લાખ હેક્ટરમાં કપાસ તેમજ ૬૩  હજાર હેક્ટરમાં મગફળી સાથે અન્ય પાક મળી કુલ ૨.૧૪ લાખ હેક્ટરમાં ખેડૂતોએ વાવણી કરી છે

સમગ્ર ગુજરાતની સાથે મોરબી જિલ્લામાં પણ મેહુલિયે મેર કરી છે. જેના પરિણામે વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોએ વાવણી પણ સારી એવી કરી છે. મોરબી જિલ્લામાં ખેડવાલાયક જમીનના ૬૫ ટકા જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો ૩૦ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ત્યારે ખેડૂતો ખેતરે-ખેતરે વાવણી કરવા લાગ્યા છે. ખેડવાલાયક કુલ ૩.૨૫ લાખ હેક્ટર વિસ્તારમાં અંદાજિત કુલ ૨.૧૪ લાખ હેક્ટર જમીનમાં વિવિધ ખરીદ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. એટલે કે ૬૫ ટકા જેટલી જમીનમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ખેતીવાડી શાખાના આંકડા મુજબ અંદાજે ૭૬ હેક્ટરમાં બાજરી૮૫ હેક્ટરમાં તુવેર૬૦૮ હેક્ટરમાં મગ૫૮૦ હેક્ટરમાં અડદ૬૩,૬૪૩ હેક્ટરમાં મગફળી૪૪૩ હેક્ટરમાં તલ૧૭૦ હેક્ટરમાં દિવેલા૪૩૦ હેક્ટરમાં સોયાબીન,૨૦,૫૮૬ હેક્ટરમાં કપાસ (પિયત)૧૪,૮૯૦ હેક્ટરમાં કપાસ (બિનપિયત) ૧૮૯૫ હેક્ટરમા શાકભાજી૧૧,૨૩૩ હેક્ટરમાં ઘાસચારો૧૮૦ હેક્ટરમાં અન્ય પાકો ફળ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં આગામી સમયમાં પણ સારા વરસાદના પગલે બાકી વિસ્તારમાં ટૂંક સમયમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં આવશે.




Latest News