માળીયામાં ત્રણ, ટંકારામાં અઢી, મોરબીમાં દોઢ અને વાંકાનેર-હળવદમાં પોણા ઇંચ વરસાદ: મચ્છુ-૩ ડેમ ૭૦ ટકા ભરાયો
SHARE









માળીયામાં ત્રણ, ટંકારામાં અઢી, મોરબીમાં દોઢ અને વાંકાનેર-હળવદમાં પોણા ઇંચ વરસાદ: મચ્છુ-૩ ડેમ ૭૦ ટકા ભરાયો
મોરબી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજ મહેરબાની કરી રહ્યા છે અને ધીમો વરસાદ વરસી રહ્યો છે દરમિયાન સોમવારે સવારથી લઈને સાંજ સુધીમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ખૂબ સારો વરસાદ પડ્યો છે અને પોણા ઇંચથી લઈને ત્રણ ઇંચ સુધી વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે જોકે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખૂબ સારો હોવાનું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે અને ખાસ મોરબી શહેરની વાત કરીએ તો શનાળા રોડ, લાતી પ્લોટ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી કરીને લોકોએ અવર-જવરમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર મેઘરાજા વરસી રહ્યા છે અને મોરબી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી ધીમીધારે મેઘરાજા વરસી રહ્યા છે અને હાલમાં પણ વરસાદ ધીમીધારે ચાલી રહ્યો છે જોકે સોમવારે આખા દિવસમાં મેઘરાજાએ ધીમીધારે બેટિંગ કરી હતી જેથી કરીને જીલ્લાના પાંચેય તાલુકામાં વર્સ્દ નોંધાયો છે અને મોરબી જીલ્લામાં એક પછી એક તાલુકાનો વાર રાખવામા આવ્યો હોય તે રીતે રવિવારે મોરબી તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પછી સોમવારે માળીયા તાલુકાનો વાર હતો અને આખા દિવસમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે મોરણીમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી રહ્યા છે જેથી કરીને મોરબીના લાતી પ્લોટ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા તેમજ ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા છે અને ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તા ઉપર પણ પાણી આવી ગયા હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલરૂમમાંથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં ૧૮ એમએમ, હળવદ તાલુકામાં ૧૭ એમએમ, ટંકારા તાલુકામાં ૬૭ એમએમ, વાંકાનેર તાલુકામાં ૧૮ એમએમ અને માળિયામાં ૭૫ એમએમ વરસાદ વરસ્યો છે અને જો સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં મોરબી તાલુકામાં ૩૦૯ એમએમ હળવદ તાલુકામાં ૧૬૫ એમએમ, ટંકારા તાલુકામાં ૩૭૨ એમએમ, વાંકાનેર તાલુકામાં ૧૯૦ એમએમ અને માળિયા તાલુકામાં ૧૮૨ એમએમ વરસાદ નોંધાયેલ છે અને હજુ પણ આકાશમાં કાળા ડિબાગ વાદળો જોવા મળી રહ્યા છે અને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે આજે સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં મોરબીમાં વધુ ૨૩ એમએમ વરસાદ નોંધાયો છે
એસડીઆરેફની ટિમ તૈનાત
મોરબી જીલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેથી કરીને તેને ધ્યાનમાં રાખીને લોકોની સલામતી માટે મોરબી જીલ્લામાં એક એસડીઆરેફની ટીમને મૂકવામાં આવી છે અને તેને હાલમાં ઘૂટ પાસે આવેલ આઇટીઆઇ ખાતે રાખવામા આવેલ છે અને જીલ્લામાં કોઈ પણ વિકટ પરિસ્થિતી ઊભી થાય તો તાત્કાલિક આ ટીમને કોઈપણ જગ્યાએ લઈ જય શકાય તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે
મચ્છુ-૩ ડેમ ૭૦ ટકા ભરાયો: ૨૦ ગામને એલર્ટ કરાયા
મોરબીનો મચ્છુ-૩ ડેમની કુલ ૨૮.૭૦ મીટરની સપાટી ધરાવે છે જેમાં હાલમાં ૨૫ મીટર સુધી પાણી ભરાઈ ગયું છે એટ્લે કે આ ડેમ હાલમાં ૭૦ ટકા ભરાઈ ગયો છે જેથી કરીને પાણીની આવક વધે તો ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવે તેવી શક્યતા છે જેથી કરીને ડેમના નીચેના વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, સાદુળકા, માનસર, રવાપર(નદી), અમરનગર, નારણકા, ગુંગણ, નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા તથા માળિયા તાલુકાના દેરાળા, મહેન્દ્રગઢ, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવદરકા, ફતેપર, માળિયા, હરિપરના સરપંચને જાણ કરીને નદીના પટમાં કોઈને અવરજવર ન કરવાની તાકીદ કરવામાં આવી છે
