રૂપિયા-રૂબલના વ્યવહારોને RBI ની મોહર: મોરબીના સિરામિક ઉદ્યોગકારોને રશિયામાં માલની સપ્લાઈમાં મોટી રાહત
SHARE









રૂપિયા-રૂબલના વ્યવહારોને RBI ની મોહર: મોરબીના સિરામિક ઉદ્યોગકારોને રશિયામાં માલની સપ્લાઈમાં મોટી રાહત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે રૂબલ અને રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે ચૂકવણીની મંજૂરી આપી છે જેથી કરીને રશિયા સાથે વેપાર કરવામાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને જે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જેમાંથી મોટી રાહત મળી જશે અને મોરબીના સિરામિક ઉદ્યોગકારોના તૈયાર માલને રશિયા મોકલાવવામાં અત્યાર સુધી જે મુશ્કેલી હતી તે દૂર થઈ જવાથી મોરબીના સિરામિક ઉદ્યોગમાંથી જે ઉદ્યોગકારો રશિયામાં માલની સપ્લાઈ કરી રહ્યા છે તેને હવે પાર્ટી તરફથી રૂબલમા ચૂકવણું કરવામાં આવે તો પણ કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે તે નિશ્ચિત છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયનો હેતુ "ભારતમાંથી નિકાસ પર ભાર મૂકવા સાથે વૈશ્વિક વેપારના વિકાસને પ્રોત્સાહન આપવાનો હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે તેવું ઉદ્યોગકારો પાસેથી જાણવા મળેલ છે
મોરબીના સિરામિક ઉદ્યોગકારો વેપાર માટે યુક્રેન અને રશિયા બંને દેશો સાથે જોડાયેલ છે જો કે, છેલ્લા ઘણા મહિનાઓથી આ બંને દેશ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે જેથી કરીને રશિયાની સામે સ્વિફ્ટ મેસેજ બંધ થઈ ગયા છે જેથી કરીને ઉધોગકારો દ્વારા જે માલ રશિયા મોકલાવવામાં આવે તેની સામે ડોલર આવતા નથી અને ભારત સરકાર દ્વારા રૂપી અને રૂબલ વચ્ચેના નાણાકીય વ્યવહારો ચાલુ રાખવામા આવ્યા હતા જો કે, તેના માટેનો જરૂરી પરિપત્ર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાંથી આવેલ ન હોવાથી ઘણી બેંકોમાંથી અધિકારીઓ દ્વારા ઉદ્યોગકારોને સહકાર આપવામાં આવી રહ્યો ન હતી જેથી કરીને મોરબીના કેટલાક સિરામિક ઉદ્યોગકારો દ્વારા આ મુદે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં રજૂઆત કરી હતી જેને લઈને હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને રશિયામાં વેપાર કરવામાં પડતી મુશ્કેલી હાલમાં દૂર થઈ ગયેલ છે
બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે, રશિયા જેવા દેશો સાથે જે સ્વિફ્ટ સિસ્ટમની બહાર છે તેમની સાથેના નાણાકીય વ્યવહારો માટે રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર સેટલમેન્ટનો જરૂરી છે જેથી કરીને આરબીઆઇ દ્વારા જે નિર્ણય કરવામાં આવેલ છે તેનાથી ભારત અને ખાસ કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારો માટે વેપારને અને આયાતને પ્રોત્સાહન મળશે. અત્રે ઉલેખનીય છે કે, ભારતની વધતા જતાં વ્યાપારી ગેપને કારણે યુએસ ડોલર સામે રૂપિયો તાજેતરમાં આજીવન નીચી સપાટીએ સરકી ગયો છે
કોઈપણ દેશ સાથેના વેપાર વ્યવહારોની પતાવટ માટે ભારતની બેંકો ભાગીદાર વેપારી દેશની સંવાદદાતા બેંકોના વિશેષ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ ખોલી શકે છે. અને સ્થાનિક નાણાકીય એકમને સંડોવતા ક્રોસ-બોર્ડર ટ્રેડને સુનિશ્ચિત કરવા માટે આરબીઆઈ એક ઓપરેશનલ પરિપત્ર બહાર પાડશે. અને પરસ્પર સમજૂતી અનુસાર અનુમતિપાત્ર મૂડી અને ચાલુ ખાતાના વ્યવહારો માટે રાખવામાં આવેલ રૂપિયાની સરપ્લસ બેલેન્સનો ઉપયોગ કરી શકાય છે. સ્પેશિયલ વોસ્ટ્રો એકાઉન્ટ્સમાં રહેલી બેલેન્સનો ઉપયોગ પ્રોજેક્ટ્સ અને રોકાણોની ચૂકવણી અને નિકાસ અથવા આયાત એડવાન્સ ફ્લો મેનેજમેન્ટ માટે કરી શકાય છે અને આરબીઆઈનું આ પગલું વેપાર ખાધને ઘટાડવામાં મદદ રૂપ બનશે તેવું ઉદ્યોગકારો કહી રહ્યા છે અને નવી દિલ્હી હવે ડિસ્કાઉન્ટ ભાવે રશિયનમાંથી તેલની ખરીદીનો હિસ્સો વધારી શકે છે
મોરબીના ઉદ્યોગકારોની પાસેથી મળી રહેલી માહિતી મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે જેથી કરીને ઇટલી અને સ્પેનમાંથી જે સિરામિકનો માલ રશિયાને મોકલાવવામાં આવતો હતો તેના ઉપર બ્રેક લાગી ગયેલ હતી અને તે ગ્રાહકો હાલમાં ભારત તરફ વળ્યા હતા જો કે, સ્વીફ્ટ પેમેન્ટ સીસ્ટમમાંથી રશિયાની બાદબાકી કરવામાં આવી હોવાથી ડોલરમાં રૂપિયા આવતા નથી અને ભારત સરકાર દ્વારા નાણાકીય વ્યવહારો ચાલુ રાખવા માટે કહ્યું હતું જો કે, અત્યાર સુધી સ્થાનિક બેંકના અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનો સહકાર ઉદ્યોગકારોને આપવામાં આવ્યો ન હતો પરંતુ હવે જ્યારે આરબીઆઇ દ્વારા પરિપત્ર બહાર પડી દેવામાં આવેલ છે ત્યારે ઉદ્યોગકારોને બીઆરસી જનરેટ કરવા સહિતના પ્રશ્નો ઉકેલાઈ જશે જેથી કરીને રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધના લીધે જે વેપારને બ્રેક લાગી હતી તે હવે દૂર થશે અને મોરબીના સિરામિક ઉદ્યોગકારો રશિયાના ઓર્ડર મુજબ માલ મોકલાવીને રૂબલમાં પેમેન્ટ સ્વીકારીને તેને રૂપિયામાં કન્વર્ટ કરી શકશે
