વાંકાનેરના અમરસર-ટંકારાના મિતાણામાં જુગારની રેડ: ૧૪ જુગારી ૩૫૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
SHARE









વાંકાનેરના અમરસર-ટંકારાના મિતાણામાં જુગારની રેડ: ૧૪ જુગારી ૩૫૫૦૦ ના મુદામાલ સાથે ઝડપાયા
વાંકાનેરના અમરસરમા અને ટંકારાના મિતાણામાં જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ૧૪ જુગારીઓની ૩૫૫૦૦ ના મુદામાલ સાથે પોલીસે ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
વાંકાનેર પોલીસના દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા તથા કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાને બાતમી મળી હતી જેના આધારે અમરસર પંચાયત પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા આઠ શખ્સો મળી આવ્યા હતા જેમાં પોલીસે તકદીરભાઈ હુશેનભાઈ બ્લોચ, શેખરભાઇ સલીમભાઇ શાહમદાર, રફીકભાઈ મુરાદભાઈ બ્લોચ, એજાજભાઇ જાવિદભાઇ સોહરવદી, રસુલભાઇ હાજીભાઇ શાહમદાર, રમજુભાઈ હાજીભાઈ શાહમદાર, સિકંદરભાઈ મુરાદભાઈ બ્લોચ અને હનીફભાઈ ઉસ્માનભાઈ બ્લોચનો સમાવેશ થાય છે અને તેની પાસેથી રોકડા રૂપીયા ૨૧,૮૦૦ કબ્જે કરેલ છે આ કામગીરી પીઆઇ એન.એ.વસાવાની સૂચના મુજબ હીરાભાઈ તેજાભાઈ મઠીયા, પ્રદીપસિંહ ધીરૂભા ઝાલા, રપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, હરદીપસિંહ અશોકસિંહ ઝાલા, દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઈ હકુભાઈ વાસાણી, પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, શકિતસિંહ જનકસિંહ જાડેજા તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકીએ કરી હતી
ટંકારા તાલુકાનાં મીતાણા ગામે હનુમાનજીના મંદીર પાસે જાહેરમાં જુગાર રમતા જોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ૬ જુગારી મળી આવ્યા હતા જેમાં મુકેશભાઇ જગજીવનભાઇ પારઘી, ભરતભાઇ ખીમજીભાઇ વાંક, શામળાભાઇ ઉર્ફે બચુભાઇ ગોરાભાઇ, હિરાભાઇ મેઘજીભાઇ પારઘી, મોહનભાઇ નથુભાઇ પારઘી અને રહીમભાઇ ઓસમાણભાઇ રત્નાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી પોલીસે રોકડા રૂપીયા ૧૩,૭૦૦ કબ્જે કર્યા હતા આ કામગીરી પીએસઆઈ બી.ડી.પરમારની સૂચના મુજબ વીજયભાઇ નાગજીભાઇ બાર, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા, સાગરભાઇ કુરીયા તથા કૌશિકભાઇ પેઢડીયાએ કરી હતી
