મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા: ગુનો નોંધાયો


SHARE







મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે એક્ટિવાને હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા: ગુનો નોંધાયો

મોરબી વાકાનેર હાઇવેના સર્વિસ રોડ ઉપર લાલપર ગામથી આગળના ભાગમાં બાપા સીતારામ મઢુલી સામે રોંગ સાઇડમાં આવી રહેલા ડમ્પરના ચાલકે ત્રિપાલ સવારી એક્ટિવાને હડફેટે લૂધુ હતું જેથી કરીને ત્રણ યુવાનોને ઇજા થઈ હતી અને ડમ્પર ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હતો હાલમાં આ બનાવમાં ઇજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રઘુરાજનગર તાલુકાનાં નૈનાના રહેવાસી અને હાલમાં ટીબડી પાટીયા પાસે આશાપુરા મોર્ટસ વર્કશોપમા રહેતા વિવેકસિંહ સત્યેન્દ્રસિંહ બઘેરા જાતે રાજપુત (૨૨)એ ડમ્પર નં- જીજે ૧૫ યુયુ ૦૧૯૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી વાકાનેર હાઇવેના સર્વિસ રોડ ઉપર લાલપર ગામથી આગળના ભાગમાં  બાપા સીતારામ મઢુલી સામેથી તે નુરઅલી અબ્દુલરહીમભાઇ શેખ તથા સિરાજ અહેમદભાઇ પઠાણ સાથે ત્રણ સવારી એકટીવા નંબર- જીજે ૩ એચસી ૦૯૪૧ લઇને ટીબડી પાટીયા પાસે આવેલ આશાપુરા વર્કશોપથી મચ્છુ-૨ ડેમ જોવા જતા હતા ત્યારે લાલપર પાસે ડમ્પર ચાલકે સર્વિસ રોડ ઉપર રોંગ સાઇડમા આવીને એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદી સહિત ત્રણયે યુવાનોને ઇજા થયેલ હતી અને ડમ્પર ચાલક વાહનને સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો જેથી કરીને હાલમાં પોલીસે યુવાનની ફરિયાદ લઈને આઇ.પી.સી. કલમ ૨૭૯૩૩૭૩૩૮ તથા એમ.વી. એકટ કલમ-૧૭૭૧૮૪૧૩૪૧૧૯ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News