મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

ટંકારાના પાટીદાર યુવાનનું એરફોર્સ લખનૌ ખાતે થયું પ્રથમ પોસ્ટિંગ


SHARE







ટંકારાના પાટીદાર યુવાનનું એરફોર્સ લખનૌ ખાતે થયું પ્રથમ પોસ્ટિંગ

ટંકારા તાલુકાના નાના એવા નસીતપર ગામના ખેડૂતનો દીકરો વાયુસેનામાં પસંદગી થયા બાદ ટ્રેનિંગ પૂર્ણ કરી પ્રથમ વખત માદરે વતન આવતા કુટુંબીજનો અને ગ્રામજનોએ અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું અને સમગ્ર તાલુકામાંથી એરફોર્સ જોડાનાર પ્રથમ યુવાન  એરક્રાફ્ટ કૃપાલનું જોરશોરથી સ્વાગત કર્યું હતું.

ટંકારા તાલુકાના નાના એવા નશિતપર ગામના ખેડુત સ્વ. સુંદરજીભાઈના પુત્ર પ્રકાશભાઈ ટંકારા જીનીગ ક્ષેત્રે કાંડાના બળે આગળ વધી પુત્રના અભ્યાસ માટે રાજકોટ ગયા હતા. તેમના પુત્ર કૃપાલે ધોરણ ૯ મા અભ્યાસ દરમિયાન જ નિર્ધાર કર્યો કે ડિફેન્સ ફોર્સ જોઈન કરવી છે ૨૦-૭-૨૦૦૧માં જન્મેલા કૃપાલે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં વાયુસેનાની ભરતી આવી હતી જેમા વડોદરા પ્રથમ વખત પરીક્ષા આપી અને પાસ કરી હતી ત્યારબાદ ફિઝિકલ, ગ્રુપ ડિસ્કશન, એબિલિટી સહિતની કઠોર કસોટીમાથી પસાર થઈ ૬ મહિનાની ટ્રેનિંગ પુર્ણ કરી પ્રથમ પ્રયાસમાં એરમેન બની બતાવ્યુ છે. અને પિતાની દેશ સેવા કરવા માટેની અધૂરી ઈચ્છાને પુત્રએ એરફોર્સમાં જોડાઈને પૂર્ણ કરી બતાવી છે.

ભારતીય વાયુસેનાની ભરતી માટે આખા દેશમાં એક સાથે પરીક્ષા લેવામાં આવે છે અને ધોરણ ૧૨ મા ૮૦% ઉપર માર્ક વાળા વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકે છે. જેમા ટંકારા તાલુકામાથી (એરક્રાફ્ટ) કૃપાલ કણસાગરા નામનો યુવાન સમગ્ર ટંકારા તાલુકામાંથી વાયુસેનામા જનાર પ્રથમ બન્યો છે જે ગૌરવ ની વાત છે. એરફોર્સના દેશમાં ૩ ટ્રેનિંગ સેન્ટર છે જેમા બેલગામ, આવડી અને નલિયા જેમા નલિયા ઉપરોક્ત બન્ને સેન્ટરથી વધુ એક CSTC ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યા કૃપાલે બધી કઠિન કસોટી પાર કરી આકાશમાં ઊડવાની ઈચ્છા પુર્ણ કરી દેશ સેવા કાજે ઉડાન ભરી છે. ટ્રેનિંગ પુરી કરી માદરે વતન ટંકારા પરત ફરેલા કૃપાલ કણસાગરાનું સરદારનગર સોસાયટી ખાતે શહેરીજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

આ તકે, કૃપાલે જણાવ્યું હતું કે, માતા જયશ્રીબેન અને પિતા પ્રકાશભાઈએ મારા જન્મ વખતે સ્વપ્ન સેવ્યું હતું કે હુ દેશસેવામા જોડાવ આ માટે કાકા વિનોદભાઈ કાકી હૈમાંગીબેન મારા સખા બની મારી સાથે રહયા અને મને પ્રેરણાબળ પુરૂ પાડયું છે એ જ મારી સફળતાનો સૌથી મોટો મંત્ર છે.કૃપાલે મોરબી જિલ્લાની આજની યુવાપેઢીને સંદેશ આપતા કહ્યું હતું કે, લાઈફમા ગોલ મહત્વનો ભાગ છે. અને ગોલ માટે સતત પ્રયત્નશીલ રહે તો સફળતા સામે ચાલીને આવે છે.






Latest News