મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડિચ હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા કાંતારા ફિલ્મ ફેઇમ  થેયમ નૃત્ય રાસ મોરબીની શક્તિ ચોક ગરબીમાં રજૂ કરાયો, હજારોની સંખ્યામાં આવેલ નગરજનો મંત્રમુગ્ધ મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા કરાયું વૃક્ષા રોપણ


SHARE







મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા કરાયું વૃક્ષા રોપણ

ગુજરાત રાજ્ય તલાટી મહા મંડળના પ્રમુખ પંકજભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આજે મોરબી જિલ્લા તલાટી મંડળ દ્વારા હળવદ તાલુકા પંચાયત ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવેલ જેમાં મોરબી જિલ્લા તલાટી મંડળના મહામંત્રી રવિભાઈ હુંબલ, ઉપપ્રમુખ યોગેશ પટેલ, પ્રવક્તા અશ્વિનભાઈ ચાવડા, માળિયા પ્રમુખ વિશાલ ડાંગર, રાજ્ય પ્રતિનિધિ બલભદ્રસિંહ ઝાલા, વિમલભાઈ ચંદ્રાલા, તથા હળવદ તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ અમિત કૈલા, મહામંત્રી સાગર વરસડા તથા જિલ્લાના તમામ તલાટી મિત્રો સાથે વક્ષા રોપણ કરવામાં આવ્યું હતુ.

હળવદમાં ભરતી મેળો યોજાશે

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, સરા રોડ આઇ.ટી.આઇ. હળવદ ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરી દાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે, જેથી ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએચસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇજના ફોટોગ્રાફ, અધારકાર્ડ, બાયોડેટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી-મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News