મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સામાકાંઠે સોનાપુરી સ્મશાનની ખંડિત મૂર્તિઓ બદલવા ટ્રસ્ટીઓની મિટીંગ યોજાઇ


SHARE













મોરબી સામાકાંઠે સોનાપુરી સ્મશાનની ખંડિત મૂર્તિઓ બદલવા ટ્રસ્ટીઓની મિટીંગ યોજાઇ

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર આવેલ સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત સ્મશાન ખાતે ટ્રસ્ટી મંડળની મીટીંગ મળી હતી જેમાં સ્મશાનમાં સ્થાપીત મુર્તિઓ ઝરઝરીત અને ખંડિત થઇ ગયેલ હોય તે મૂર્તિઓને સ્થાને નવી મૂર્તિઓ લગાવવા દાતાઓ સમક્ષ ટહેલ નાંખવામાં આવેલ છે

મોરબીના સામાકાંઠે સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડો.ડી.એસ.પટેલના અધ્યક્ષસ્થાને મીટીંગ મળી હતી જેમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે સોનાપુરી સ્મશાનમાં સ્થાપીત મૂર્તિઓ ઝરઝરીત તેમજ ખંડિત થઇ ગઇ હોવાથી અગાઉ જેતે દાતાઓએ દાન આપેલ તે દાતાઓએ પુન: દાતા બનવું હોય તો તા.૨૫-૮ સુધીમાં ટ્રસ્ટીઓનો સંપર્ક કરવા અન્યથા અન્ય દાતાઓને લાભ આપવામાં આવશે. નામ નોંધાવવા અનિલભાઈ વાઘેલાના મો.૯૮૨૫૭ ૬૨૯૦૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.
 
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ

હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.આગામી ૨૨ ઓગસ્ટના રોજ રક્ષાબંધનના પર્વ નિમિતે હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ કે જે છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલું છે અને છેલ્લા ચાર વર્ષથી દરવર્ષે વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરે છે તેના દ્રારા ચાલુ વર્ષે પણ વેસ્ટમાંથી બેસ્ટ રાખડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે જે માટે અગાઉ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.વધુમાં ગ્રુપના પ્રમુખ દ્વારા જણાવાયું છે કે આગામી ગુરૂવારના રોજ સવારે ૯ થી ૧૦-૩૦ સુધી આ કાર્યક્રમ યોજાનાર છે જેમાં ધો.૩ થી ૮ ની બાળાઓ ભાગ લઇ શકશે અને ૧ થી ૧૦ માં નંબર લાવનારને પ્રોત્સાહિત ઇનામ તેમજ ભાગ લેનાર તમામને ઇનામ આપવામાં આવશે.સ્પર્ધા તા.૧૯-૮ ને ગુરૂવારે ઔદીચ્ય બ્રાહ્મણની ભોજનશાળા હળવદ ખાતે સવાર ૯ થી ૧૦-૩૦ યોજાશે.રજીસ્ટ્રેશન માટે મો.૯૫૮૬૮ ૮૪૪૬૨, ૭૭૭૮૮ ૦૦૦૬૪ અથવા ૯૪૨૯૧ ૬૨૮૬૦ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.



Latest News