માળીયા(મી)ના ખાખરેયા ગામે નદીમાં ન્હાવા જતાં પથ્થર વાગવાથી ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત
મોરબીના પાવડિયારી પાસે "મને કમળો થઇ ગયો છે: કહીને સૂતેલ યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ મોત
SHARE
મોરબીના પાવડિયારી પાસે "મને કમળો થઇ ગયો છે: કહીને સૂતેલ યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં જ મોત
મધ્યપ્રદેશના રાજપુર તાલુકામાંથી મોરબી તાલુકામાં રોજગારી માટે થઈને આવે યુવાનને કમળો થઇ ગયો હતો જેથી કરીને તેને ઘરે જવું હતું અને બસની રાહ જોઈને પાવડીયારી કેનાલ પાસે શાકમાર્કેટ નજીક આવેલ દુકાન પાસે બેઠો હતો અને ત્યારે ત્યાં તેનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતક યુવાનની બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને આગળ રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને મૃતક યુવકોના પરિવારજનોને આ બનાવની જાણ કરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જેતપર રોડ ઉપર શાકમાર્કેટ પાસે દુકાન નજીકથી મૂળ એમપીના રાજપુર તાલુકાના કાસેલા ગામનો રહેસી સંતોષ બાબુલાલ પવાર બેઠો હતો અને તે પોતાના ઘરેથી અહિયાં કડિયા કામની મજૂરી કરવા માટે આવ્યો હતો જોકે તેને કમળો થઇ ગયો હોવાથી આ યુવાન પોતાના ઘરે જવા માટે થઈને બસની રાહમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ શાકમાર્કેટ નજીકની દુકાન પાસે આવીને બેઠો હતો અને ત્યાં તેણે કહ્યું હતું કે "મને કમળો થઇ ગયો છે માટે એમપી જવું છે હું હાલમાં સુઈ જાવ છું અને એમપીની બસ આવે ત્યારે મને ઉઠાવજો" જો કે, સૂતા બાદ આ યુવાન ઉઠયો ન હતો જેથી કરીને સાપર ગામના સરપંચ યુવરાજસિંહ જાડેજા દ્વારા આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને કમળાની બીમારી દરમિયાન યુવાનનું મૃત્યુ નીપજ્યું હોય યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ ખસેડીને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
દાઝી જવાથી મોત
મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા જયાબેન મોહનભાઈ મકવાણા (ઉંમર ૭૦) પોતાના ઘરે કોઈ કારણોસર દાઝી ગયા હતા જેથી કરીને તેઓને જે તે સમયે સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં બર્નસ વોર્ડની અંદર તેમની સારવાર ચાલી રહી હતી જોકે સારવાર કારગત ન નિવડતા જયાબેન મકવાણાનું મૃત્યુ નિપજ્યું છે.જેથી કરીને મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે