મોરબીના શોભેશ્વર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીમાં કોરલ ગોલ્ડ ટાઇલ્સ નામનું કારખાનું ધરાવતા ઉદ્યોગપતિ સાથે જોન્સન કંપનીના એકઝીકયુટીવ ડાયરેકટરના નામે 98 લાખની છેતરપિંડી મોરબીમાં યુવાનને ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી, જાનથી મારી નાખવાની ધમકી હળવદના ટીકર રણમાં કૂવો ગાળતા સમયે ગેસ ગળતર થતાં એક યુવાનનું મોત, બે સારવારમાં ટંકારાના સરાયા ગામે ઘોડી દૂર ચલાવવાનું કહેતા યુવાન સહિત બે વ્યક્તિને ઘોકા વડે માર માર્યો ટંકારાના વીરપર પાસે કાર ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીમાં ઘરમાંથી દારૂની 20 બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ
Breaking news
Morbi Today

દેશમાં ખેડૂતોની વાતને સાંભળીને ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણયો કરે તેવા નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન: પરસોત્તમ રૂપાલા


SHARE





























દેશમાં ખેડૂતોની વાતને સાંભળીને ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણયો કરે તેવા નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન: પરસોત્તમ રૂપાલા

ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરસોત્તમ રૂપાલા આજે મોરબીમાં જન આશીર્વાદ યાત્રા સાથે પહોંચ્યા હતા ત્યારે મોરબીના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી સભામાં ભારત સરકારને ખેડૂત વિરોધી ચીતરનારાઓને આડે હાથે લીધા હતા અને પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે દેશની અંદર પહેલા એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કે જેણે ખેડૂતો અને સરપંચના ખાતામાં સીધા રૂપિયા આપ્યા છે અને આજની તારીખે પણ ખેડૂતોની વાતને સાંભળીને ખેડૂતોના હિતના નિર્ણયોને તાત્કાલિક લેવામાં આવે છે અને દૂધમાં ભેળસેળ કરનારા શખ્સોની  સામે પણ સરકાર દ્વારા આગામી દિવસોમાં આકરા પગલાં લેવામાં આવશે તેવા સંકેતો તેમણે આપ્યા છે

ભારત સરકારમાં તાજેતરમાં નવા મંત્રીમંડળની અંદર ગુજરાતના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાતની અંદર હાલમાં જ આશિર્વાદ યાત્રા યોજવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે મોરબી શહેરની અંદર કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાની જન આશીર્વાદ યાત્રા આવી પહોચી હતી ત્યારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ થી મોરબી માર્કેટિંગ યાર્ડ સુધી સુધી જન આશીર્વાદ યાત્રામાં મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરાની આગેવાનીમાં યુવાનો દ્વારા બાઇક રેલી યોજીને કેન્દ્રીય કેબિનેટ મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારે શહેરના મુખ્યમાર્ગો પરથી જ્યારે કેબિનેટ મંત્રી પુષોત્તમભાઈ રૂપાલા પસાર થયા હતા ત્યારે ઠેરઠેર મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયાની આગેવાની સમગ્ર ટીમ તેમજ મોરબી શહેર નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પુષ્ટિવર્ષ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયાની આગેવાનીમાં જિલ્લા ભાજપની ટીમ, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ સંગિતાબેન ભીમાણીની આગેવાનીમાં મહિલોની ટીમ તેમજ ભાજપ પરિવારના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો તથા મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશભાઇ કુંડારિયા, નિલેષભાઈ જેતપરિયા, કિરીટભાઇ પટેકલ, માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા સહિતના સિરામિક પરિવારના આગેવાનો દ્વારા પણ કેબિનેટ મંત્રીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટર ખાતેકોરોના વેક્સિન મૂકવા માટેની જે કામગીરી કરવામાં આવી રહી છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને બાદમાં મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે આ સ્વાગત રેલી પૂરી થઈ હતી

મોરબીમાં પરસોતમ રૂપાલાએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે કૃષિ વિરોધી કાયદાઓને પાછા ખેંચવાની વાતને લઈને જે હાલમાં દેશની વિરોધ કરવામાં આવે છે તે મુદ્દાને લઈને તેમણે કહ્યું હતું કે૧૯૮૫ માં પાક વીમા માટે લડતા હતા ત્યારે પાક વીમા ભાજપ સરકાર ૨૦૦૧ માં સતત ઉપર આવી ત્યારે ખેડૂતોને પાક વીમો મળ્યો હતો અને ખેડૂતોએ ફરજિયાત પાક વીમો ન હોવો જોઈએ તેવી રજૂઆત કરી હતી જેથી કરીને ભારત સરકારે તેને મરજિયાત કરી નાખેલ છે જો કેફરજિયાત પાક વીમો હતો ત્યારે ૬ કરોડ ખેડૂતનું પ્રીમિયમ લેવામાં આવતું હતુ અને આજની તારીખે મરજીયાત પાક વીમો છે ત્યારે ૫.૯૨ કરોડ ખેડૂતો પાક વીમો લેવા માટે પ્રીમિયમ ભરી રહ્યા છે

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારે નાના અને સિમાંત ખેડૂતોના ખાતામાં વર્ષ દરમિયાન છ હજાર રૂપિયા આપવાનો નિર્ણય કર્યો હતો તેને લઈને પણ ખેડૂત રજૂઆતો કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને દરેક ખેડૂતના ખાતામાં ૬૦૦૦ રૂપિયા આપવાનો વર્તમાન ભારત સરકાર દ્વારા નિર્ણય આવે છે આમ ખેડૂતો તરફથી જે કોઈ વાત ખેડૂતોના હિતની મૂકવામાં આવે છે તેને ધ્યાનમાં લઈને તાત્કાલિક વર્તમાન ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે અને ખાસ કરીને જે વિરોધ પક્ષ દ્વારા યાર્ડને ભાંગી નાખવા માટે થઇને કૃષિ કાયદા લાવ્યા હોવાની ખોટી વાતો કરવામાં આવે છે જો કેયાર્ડ અને ખેડૂત બંનેને મજબૂત કરવા ભારત સરકાર દ્વારા કૃષિના ત્રણ કાયદો લાવવામાં આવ્યા છે જે આગામી સમયમાં ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

વધુમાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે વર્તમાન ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખેડૂત વિરોધી ચિતરવા માટે થઈને પ્રયાસો ઘણા કરવામાં આવે છે જો કેઅત્યાર સુધીના વડાપ્રધાનમાં નરેન્દ્ર મોદી પહેલા એવા વડાપ્રધાન છે કે, જેને દેશના ખેડૂતો અને સરપંચના ખાતામાં સીધા ઓનલાઇન રૂપિયા જમા કરાવ્યા છે જેથી કરીને ખેડૂતોએ પણ પોતાનું હિત જોઇને નિર્ણય કરીને ભાજપને આશીર્વાદ આપી રહ્યા છે ખાસ કરીને તેમણે દૂધમાં ભેળસેળ કરનારા લોકોની સામે ભવિષ્યમાં સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવશે તેવું કહ્યું હતું અને હાલમાં દૂધ ઉત્પાદનમાં ભારત નંબર વન પોઝિશન પર છે ત્યારે તેને બદનામ કરવા માટેના પ્રયાસો ઘણા કરવામાં આવી રહ્યા છે જો કેદૂધમાં ભેળસેળ કરનારા એકલ દોકલ લોકોના લીધે સમગ્ર ઉદ્યોગને નુકસાન થાય તેવો કોઈ નિર્ણય લેવાના બદલે જે લોકો દૂધમાં ભેળસેળ કરે છે તેની સામે આકરા પગલાં લેવામાં આવશે તે નિશ્ચિત છે

અંતમાં મોરબી જિલ્લાની અંદર મોરબી અને માળિયા તાલુકામાં કેટલા ગામોને આજે ખેડૂતોને સિંચાઇનું પાણી મળતુ ન હોવાના કારણે ગામો ભાગી રહ્યા છે અને લોકો હિજરત કરી રહ્યા છે તેવો સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કેમોરબી જિલ્લાની અંદર ગામડામાં સિચાઈ માટે આપની મળવું જોઈએ તે વાતને લઈને તેમના સુધી રજૂઆત પહોંચી છે જેથી કરીને આગામી દિવસોમાં રાજ્યના સિચાઈ મંત્રીને કહીને ખેડૂતોને સિંચાઇનું પાણી ગ્રામ્ય વિસ્તારમાં મળે તેના માટે થઇને સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી હતી આ કાર્યક્ર્મમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, પરસોતમભાઇ સબરીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જયંતિભાઈ કવાડીયા, પ્રદીપભાઈ વાળા, મગનભાઇ વડાવિયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી અને જેસંગ હુંબલ, કે.એસ.અમૃતિયા, ચંદુભાઈ હુંબલ, માજી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, જીગ્નેશભાઈ કૈલા, શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા, રિશિપભાઈ કૈલા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમારા, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, વેલજીભાઇ પટેલ (બોસ), દેવાભાઇ અવાડિયા, રવિભાઈ સનાવડા સહિતના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા
















Latest News