મોરબી જીલ્લામાં જુગારની છ રેડ: 38 જુગારી 7.37 લાખની મત્તા સાથે ઝડપાયા
SHARE
મોરબી જીલ્લામાં જુગારની છ રેડ: 38 જુગારી 7.37 લાખની મત્તા સાથે ઝડપાયા
મોરબીના માળીયા હાઇવે ટીંબડી ગામના પાટીયા પાસે પાટીદાર ટાઉનશીપ નજીકના રાધે કોપ્લેક્ષ વિસ્વાસ ટ્રેડીંગ નામની ઓફીસમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે રેડ કરીને જુગાર રમતા આઠને રોકડા રૂા.૯૫,૫૦૦, છ મોબાઇલ ફોન તેમજ બે કાર મળીને કુલ રૂા.૪,૦૫,૫૦૦ ના મુદામાલ સાથે એલસીબીના સ્ટાફે પકડી પાડયા હતા. મોરબી પોલીસવડા સુબોધ ઓડેદરાએ દારૂ-જુગાર અંગે વોચમાં રહેવા સ્ટાફને તાકીદ કરેલ હોય તેમના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી.જાડેજાએ તેમના સ્ટાફને દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા સૂચના આપેલ તે દરમ્યાન એલસીબીના સંજયભાઇ મૈયડ તથા ભગીરથસિંહ ઝાલાને બાતમી મળેલ કે આનંદકુમાર વલ્લભભાઇ પટેલ રહે.હાલ મોરબી નવા બસ સ્ટેન્ડ સામે વિશ્વાસ પેલેસ વાળો મોરબી-માળીયા હાઇવે ટીંબડી પાટીયા પાસે પાટીદાર ટાઉનશીપ નજીકના રાધે કોપ્લેક્ષમાં આવેલ તેની વિશ્ર્વાસ ટ્રેડીંગ નામની ઓફીસમાં બહારથી માણસો બોલાવીને ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો જુગાર રમે છે અને રમાડીને નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જેથી તે જગ્યાએ રેઇડ કરતા આનંદકુમાર વલ્લભભાઇ ભોરણીયા પટેલ (ઉ.વ.૨૩)રહે. હાલ મોરબી નવા બસ સ્ટેન્ડ સામે વિશ્વાસ પેલેસ પહેલા માળે મુળ જુના દેવળીયા તા.હળવ, પ્રકાશભાઇ પ્રવિણભાઇ ભોરણીયા પટેલ (ઉ.વ.૨૬) રહે. હાલ મોરબી શનાળા રોડ નવા બસ્ટેન્ડ સામે વિશ્ર્વાસ પેલેસ છઠ્ઠા માળે મુળ જુના દેવળીયા તા.હળવદ, જયદિપભાઇ જગદીશભાઇ ભોરણીયા પટેલ (ઉ.વ.૨૪) રહે.જુના દેવળીયા તા.હળવદ, સાવનભાઇ કાનજીભાઇ અઘારા પટેલ (ઉ.વ. ૨૨) રહે.જુના દેવળીયા તા.હળવદ, અભીભાઇ ભરતભાઇ કૈલા પટેલ (ઉ.વ.૨૩) રહે.હાલ મોરબી રવાપર રોડ ગોકુલ બેકરીની પાછળ કર્તવ્ય એપાર્ટમેન્ટ ચોથા માળે ૪-બી મુળ ઘુંટુ જુના ગામમાં, વિવેકભાઇ મનસુખભાઇ સંતોકી પટેલ (ઉ.વ.૨૩) રહે.હાલ મોરબી રવાપર ગામ મુળ જુના ઘાટીલા, અક્ષયગીરી પ્રવિણગીરી ગૌસ્વામી બાવાજી (ઉ.વ.૨૫) રહે.હાલ મોરબી વજેપર સાયન્ટીફીક વાડી રોડ શિવ સોસાયટી, મોહીદીન અબ્બાસભાઇ બ્લોચ મકરાણી (ઉ.વ.૩૬) રહે.મોરબી મકરાણીવાસ રોયલાપીરની દરગાહ પાસે જુગાર રમતા મળી આવતા રોકડ રૂપીયા રૂા.૯૫,૫૦૦ તથા છ મોબાઇલ ફોન કિંમત રૂા.૬૦,૦૦૦ અને બે કાર કિંમત રૂા.૨,૫૦,૦૦૦ મળી કુલ રૂા.૪,૦૫,૫૦૦ ના મુદામાલ સાથે આઠેય પતાપ્પેમીઓને પકડી પાડી કેમની વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪ અને ૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો.રેડની કામગીરી પીઆઇ વી.બી.જાડેજા તેમજ સ્ટાફના દિલીપભાઇ ચૌધરી, સંજયભાઇ મૈયડ, વિક્રમસિંહ બોરાણા, જયવંતસિંહ ગોહીલ, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ મિયાત્રા અને સતીષ કાંજીયાએ કરી હતી.
તરધડી જુગાર
મોરબીના માળીયા તાલુકાના તરઘડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારમાં રેડ કરીને માળીયા પોલીસે છ પતાપ્રેમીઓને પકડી પાડયા હતા.પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ ડીવાયએસપી રાધિકા ભારાઇએ દારૂ જુગારની બદી નાબુદ કરવાના સુચના કપેલ હોય તેમા ભાગરૂપે માળીયા પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા ટીમના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા તથા સંજયભાઇ રાઠોડને મળેલ બાતમી આધારે તરઘડી ગામમાં રહેતા નરેન્દ્રભાઇ કરશનભાઇ ફુલતરીયાના રહેણાક મકાનમાં નાલ ઉધરાવી ચાલતા તીનપત્તીનો જુગારધામ ઉપર રેડ કરીને જુગાર રમાડતા છ ઇસમોને પકડી પાડયા હતા. પોલીસે ઘરધણી નરેન્દ્રભાઇ કરશનભાઇ કુલતરીયા પટેલ (૪૮) રહે.તરઘડી, સુરેશભાઇ ગાંડુભાઇ કડીવાર પટેલ (૪૦) રહે.હાલ રાજનગર પંચાસર રોડ મુળ વાઘપર પીલુડી, જયેન્દ્રભાઇ કાનજીભાઇ છત્રોલા પટેલ (૩૨) રહે.હાલ ઉમા ટાઉનશીપ વૈભવ વિલા મોરબી -૨ મુળ રહે.તળાવીયા શનાળા, જીતેન્દ્રભાઇ રામજીભાઇ પ્રજાપતિ કુંભાર (૩૬) રહે.હાલ નવા બસસ્ટેન્ડ ભવાની સોડાવાળી શેરી મોરબી મુળ રહે.અમદાવાદ વિવેકાનંદનગર સેક્ટર-૪ તા.દસકોઇ, નરભેરામભાઇ થોભણભાઇ પનારા જાતે પટેલ (૫૧) રહે.હાલ મોરબી ચિત્રકુટ સોસાયટી શેરી નં-૩ મુળ રહે.રાજપર (કુતાસી) અને મનસુખભાઇ રતીલાલભાઇ સનારીયા જાતે પટેલ (૪૯) રહે.હાલ ઉમા ટાઉનશીપ શીવાલીક-બી મોરબી-૨ મુળ રહે. નવા દેવળીયા તા. હળવદની રોકડા રૂપિયા રૂા.૧,૦૦,૯૦૦ કબજે કરેલ છે. રેડની કામગીરી પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, જયપાલભાઇ લાવડીયા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.
રામગઢ-કોયલી જુગાર
મોરબી તાલુકા પીઆઇ એમ.આર.ગોઢાણીયા, પીએસઆઇ વી.જી.જેઠવા તથા સ્ટાફના માણસોને મળેલ બાતમીને આધારે રામગઢ કોયલી ગામે રાજુભાઇ ભીમાણીના રહેણાંક મકાનમાં રેડ કરવામાં આવતા ત્યાંથી જુગાર રમી રહેલા રાજુભાઇ ભુરાભાઇ ભીમાણી પટેલ રહે.રામગઢ કોયલી, ખીમજીભાઇ ભગવાનજીભાઇ રાણીપા પટેલ રહે.મોરબી ચિત્રકુટ સોસાયટી, કિરીટભાઇ જાદવજીભાઇ ફેફર પટેલ રહે.રાજનગર પંચાસર રોડ મોરબી, ગોવિંદભાઇ હરજીભાઇ પનારા પટેલ રહે. રામગઢ, નિતેશભાઇ રામજીભાઇ કાસુન્દ્રા પટેલ રહે. મોરબી ચિત્રકુટ સોસાયટી કેતનભાઇ સવજીભાઇ રાણીપા પટેલ રહે.મોરબી અવનિ ચોકડી ઉમાપાર્ક અને ભોજાભાઇ ડાયાભાઇ પનારા પટેલ રહે.મોરબી કન્યા છાત્રાલય રોડ શ્રીકુંજ સોસાયટીની રોકડા રૂા.૮૨,૯૦૦ સાથે ધરપકડ કરવામા આવી હતી રેડની કામગીરી પીએસઆઅ વી.જી.જેઠવા તથા સ્ટાફના સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, હરેશભાઇ આગલ, યેગીરાજસિંહ જાડેજા, જયેશભાઇ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી.
વાલ્મીકીવાસ જુગાર
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વાલ્મીકીવાસમાં જુગાર રમતા છ ને પકડી પાડયા હતા. સીટી એ ડીવીઝન સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન જેઇલ રોડ વાલ્મીકી વાસમાં જાહેરમાં જુગાર રમાતો હોય સ્થળ ઉપરથી પોલીસે વિજયભાઈ મોહનભાઈ વાઘેલા, રાહુલભાઈ મહેશભાઈ વાણીયા, ચનાભાઈ માવજીભાઈ મકવાણા, સંજયભાઈ મનુભાઈ પરમાર, પારસભાઈ હીરાભાઈ સોલંકી અને કાનજીભાઈ મનજીભાઈ પરમાર રહે.બધા જેલ રોડ પાસે મોરબીની રોકડ રૂા.૧૬,૮૦૦ સાથે ધરપકડ કરી હતી.પીઆઅ બી.પી.સોનારા, પીએસઆઈ એચ.એમ.પટેલ તથા જયપાલસિંહ ઝાલા, અરવિંદભાઇ ગરૈયા, સીધ્ધરાજભાઈ લોખીલ તથા મહીલા લોકરક્ષક વૈશાલીબેને રેડ કરી હતી.
સરસ્વતી સોસાયટી જુગાર
મોરબી સીટી બી ડિનિજન પોલીસે બાતમીને આધારે શહેરમા સામાકાંઠે આવેલ સરસ્વતી સોસાયટી શેરી નં-૧ માં રહેતા અનીલભાઇ મગનભાઇ કડીવાર જાતે પટેલ ઉ.વ.૫૦ ને ત્યાં રેડ કરતા પાર્કીંગમાં જુગાર રમી રહેલ ઘરધણી અનીલભાઇ મગનભાઇ કડીવાર તેમજ જયતિભાઇ ગોવીદભાઇ કૈલા જાતે પટેલ ઉ.વ ૫૮ રહે. ફલોરા હાઉસ સામાકાંઠે મોરબી-૨ જયંતિલાલ વાધજીભાઇ વરસડા જાતે પટેલ ઉ.વ.૫૭ રહે.ઉમા ટાઉનશીપ પરીશ્રમ એ-૪૦૨ સામાકાંઠે, મગનભાઇ જેરામભાઈ રાજપરા જાતે પટેલ ઉ.વ.૬૦ રહે.ઉમા ટાઉનશીપ વૈભવવિલા એ-૪૦૧ સામાકાંઠે મોરબી, મકનલાલ વાલજીભાઈ સંધાણી જાતે પટેલ ઉ.વ.૬૦ રહે.ઉમાટાઉનશીપ ક્રાંતિજયોત ડી-૧૦૩ સામેકાંઠે મોરબી-૨ તેમજ હરપાલસિંહ જીલુભા ઝાલા જાતે દરબાર ઉ.વ.૪૩ રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી શીવપાર્ક સામાકાંઠે મોરબી-૨ રોકડા રૂપીયા ૮૮,૫૦૦ સહીતના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
વાંકનેર ભાટીયા સોસાયટી જુગાર
વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે ભાટીયા સોસાયટી દશામાઁના મંદીર પાસે સ્ટ્રીટલાઈટના અંજવાળે રમાઇ રહેલ જુગાર ઉપર રેડ કરતા ત્યાં જુગાર રમી રહેલ મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા જાતે દરબાર (૩૦) રહે. ચંદ્રપુર ભાટીયા સોસાયટી કોમ્યુનીટી હોલ પાસે વાંકાનેર, ઓમદેવસિંહ કિરીટસિંહ ઝાલા જાતે દરબાર (૩૧) રહે.ચંદ્રપુર ભાટીયા સોસાયટી ભુરીયા હનુમાન મંદીર પાસે, અનિલભાઇ મનસુખભાઈ કવૈયા જાતે લુહાર (૪૨) રહે.ચંદ્રપુર ભાટીયા સોસાયટી, મુકેશભાઇ ઉર્ફે ગોગન સુરેશભાઈ કુવાર જાતે રજપુત (૩૦) રહે.ચંદ્રપુર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદીર પાસે, મયુરભાઇ હેમંતભાઇ સોલંકી (૨૯) રહે.વાંકાનેર મીલપ્લોટ શાંતિનગર અને લાભશંકરભાઈ રામજીભાઇ દાદલ જાતે રાજગોર બ્રાહ્મણ (૨૯) રહે.ચંદ્રપુર ભાટીયા સોસાયટી ભુતનાથ મંદીર પાસેની રોકડા રૂા.૨૭,૭૫૦ તેમજ બે મોબાઈલ કિંમત રૂા.૧૫,૦૦૦ સહિત કુલ રૂા.૪૨૭૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.