ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપરમાં તલવાર, ધોકા, પાઇપ વડે બે વ્યક્તિને માર મારનારા ત્રણ પૈકીનાં બેની ધરપકડ


SHARE











મોરબીના રવાપરમાં તલવાર, ધોકા, પાઇપ વડે બે વ્યક્તિને માર મારનારા ત્રણ પૈકીનાં બેની ધરપકડ

મોરબી નજીકના રવાપર ગામે થોડા સમય પહેલા યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં મહિલા સદસ્ય તરીકે ચૂંટાઈ આવેલ મહિલાના પતિને ચૂંટણીની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તલવાર, ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને આ મારામારીના બનાવમાં બે વ્યક્તિઓને ઈજા થઇ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ રવાપર ગ્રામ પંચાયતના મહિલા સદસ્યાના પતિ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૩ શખ્સની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના રવાપર ગામે રહેતા ભીખાભાઈ આપાભાઇ જારીયા જાતે આહિર (૪૫) એ અજયભાઈ પ્રભાતભાઈ ચાવડા, પ્રદીપભાઈ ચાવડા અને સતિષભાઈ રમેશભાઈ ચાવડા રહે તમામ રવાપર ગામ વાળાની સામે મારામારીની ફરિયાદ નોંધાવેલ હતી કે તેઓના પત્ની ભારતીબેન રવાપર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે લડ્યા હતા અને તે ચૂંટાઈ આવેલ છે જે બાબતની જૂની અદાવત રાખીને અજય પ્રભાતભાઈ ચાવડાએ તલવાર વડે હુમલો કર્યો હતો અને તેને ડાબા હાથે તેમજ સાહેદને જમણા કાનના ભાગે ઇજા કરી હતી તો પ્રદીપભાઈએ પાઇપ વડે અને સતિષભાઈએ ધોકા વડે માર્યો હતો આમ ત્રણેય શખ્સોએ ભેગા મળીને ફરિયાદી ભીખાભાઈ જારીયા તથા સાહેદને માર મારીને ગાળો આપી હતી જેથી ભીખાભાઈ જારીયાએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે પ્રદીપભાઈ મહેશભાઇ ચાવડા જાતે આહીર (૨૩) અને સતિષભાઈ રમેશભાઈ ચાવડા જાતે આહીર (૨૫) રહે. સરદાર નગર હરિ ટાવર વાળી શેરી રવાપર વાળની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે

દવા પી જતા સારવારમાં

મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર કાલિકા પ્લોટ નજીક રહેતો અલ્તાફ રહીમભાઈ ચાનિયા નામનો ૩૫ વર્ષનો યુવાન કોઇ હર્બલ દવા પી જતા તેને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે રાજકોટના તરકીયા નજીક આવેલ વિજયગઢનો રહેવાસી મનસુખ બાબુભાઈ હડાણી નામનો ૧૫ વર્ષીય બાળક મોટરસાયકલમાંથી પડી જતા ઇજાઓ થવાથી મોરબી ખસેડવામાં આવ્યો હતો..! તેમજ વાંકાનેરના ચિત્રાખડા ગામે રહેતો ભરત રણછોડભાઈ જેંજરીયા નામનો ૩૮ વર્ષનો યુવાન બાઇકમાં જતો હતો ત્યારે વાહન અકસ્માતના બનામાં ઈજાઓ થતા તેને પણ સારવારમાં મોરબી લવાયો હતો.

વૃદ્ધ સારવારમાં

હળવદના સુખપર ગામે રહેતા ડાયાભાઈ ગોવિંદભાઈ મકવાણા નામના ૬૦ વર્ષના વૃદ્ધને ગામ પાસે આવેલ હાઇવે નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી નજીકના ટીંબડી ગામે રહેતો રાજવીર પરમાર નામના સાત વર્ષના બાળકને ગાંધીચોક નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઇજા થતા સારવારમાં લઈ જવાયો હતો.તેમજ સુરેન્દ્રનગરના ચોબારી પાસે આવેલા રાજપર ગામે રહેતા સાહિલ દેવરાજભાઇ જાદવ નામના ૧૬ વર્ષીય સગીરને ચોટીલા પાસે બાઇક પલ્ટી મારી જવાના બનેલા અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી ખસેડાયો હતો.






Latest News