મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નિશાંત જાનીની અન્ડર-૧૯ મહિલા ટીમના બેટિંગ-ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક


SHARE









મોરબીના નિશાંત જાનીની અન્ડર-૧૯ મહિલા ટીમના બેટિંગ-ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ નિશાંત જાનીની સતત બીજા વર્ષે અન્ડર-૧૯ સિનિયર મહિલા ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકે નિમણુંક કરવામાં આવી છે. નોંધનીય છે કે, તાજેતરમાં જ તેમની ક્રિકેટ કોચિંગના સર્વોચ્ચ કક્ષા ICC લેવલ 3 માં પસંદગી થઈ છે.  જેને પગલે આગામી નવેમ્બર માસમાં તેઓ દુબઇ ખાતે ICC લેવલ 3ની તાલીમ મેળવશે.  

મોરબી જીલ્લા ક્રિકેટ એસોસિએશનના કોચ નિશાંત જાનીએ મોરબીમાં ક્રિકેટ ક્ષેત્રે કાંઠુ કાઢ્યું છે. તેઓ આઈસીસી લેવલ 2ના કોચ અને બીસીસીઆઈ સર્ટિફાઈડ પેન કોચ છે. વર્ષ  2019-20 ની સીઝનમા વિનુ માંકડ અન્ડર-૧૯ ટ્રોફી અને રણજી ટ્રોફીમા સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કોચ તરીકે કાર્યરત હતા અને એ સમયે ટીમની ઐતિહાસિક જીત પણ થઈ હતી.  ઉલ્લેખનીય છે કે ગત વર્ષ ૨૦૨૧-૨૨ સીઝનમા પણ નિશાંત જાનીને સિનિયર ટીમના બેટિંગ અને ફિલ્ડિંગ કોચ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે ચાલુ વર્ષમા અન્ડર -૧૯, અન્ડર -૨૩ અને મહિલાઓની સિનિયર ટીમ આ વર્ષ G1 ટુર્નામેન્ટ રમશે. ત્યારબાદ ટી-20 ટુર્નામેન્ટ અને વન ડેમાં ભાગ લેશે. જેને ધ્યાને લેતા આ સિઝનમાં રસાકસીનો રંગ જામશે. આ ઉપરાંત આ વર્ષે મહિલા આઇપીએલ પણ શરુ થવા જઈ રહી છે તો સૌરાષ્ટ્રમાંથી કોઈ મહિલા ક્રિકેટરની પસંદગી તેમાં થાય તેવો આશાવાદ પણ નિશાંત જાનીએ વ્યક્ત કર્યો હતો.  આ તકે કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ જયદેવ શાહ, લેવલ ૩ ના ફેકલ્ટી હિતેશ ગોસ્વામી, એમના ગુરુ ઉમેશ પટવાલ અને મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાનો આભાર વ્યક્ત કર્યો હતો




Latest News