મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ૮૮ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ


SHARE









મોરબી જિલ્લાના ૮૮ વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ

મોરબી જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ જે.બી. પટેલ દ્વારા જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.

આ ૮૮ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી. ના વિસ્તારમાં, મોરબી સબજેલમાં ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુતાસી થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી. ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, પરા બજાર મોરબી, બસ સ્ટેશન, સિવિલ હોસ્પીટલ, નવલખી દરિયાઈ વિસ્તાર, જૂના અંજીયાસર ફીસીંગ પોઈટ તેમજ જિલ્લામાં આવેલ ૬૬ કે.વી. વીજ સબ સ્ટેશનોના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર, રેલ્વે સ્ટેશન સહિત મોરબી જિલ્લાના ૮૮ પ્રતિબંધિત વિસ્તારમાં સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીઅલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે. આ જાહેરનામું તા.૨૭/૧૦/૨૦૨૨ સુધી અમલમાં રહેશે.

દિવ્યાંગો માટે કેમ્પ યોજાશે

મોરબી જિલ્લાના દિવ્યાંગ લાભાર્થીઓ માટે  મોરબી સિવિલ હોસ્પિટલ, નગરપાલિકા સામે, ગાંધી ચોક, મોરબી ખાતે મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે તા.૨ શુક્રવારના રોજ સમય સવારે ૯.૩૦ કલાકથી ૧૨.૦૦ કલાક સુધી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓર્થોપેડીક, ઓપ્થેલ તેમજ સાયકાટ્રીક વિભાગના ડોકટરની ટીમ સેવા આપવાની છે. જેથી દિવ્યાંગ લાભાર્થીને મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનિલા પિપળીયાની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.




Latest News