મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં સોમવારથી અખંડ રામનામ જપ મહાયજ્ઞ: અખંડ જયોત સાથે નીકળશે શોભાયાત્રા


SHARE









મોરબીમાં સોમવારથી અખંડ રામનામ જપ મહાયજ્ઞ: અખંડ જયોત સાથે નીકળશે શોભાયાત્રા

દેપાળીયાના રામધામ આશ્રમ ટ્રસ્ટ દ્વારા મોરબીમાં સંત નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પુરી કરવા અખંડ રામનામ જપ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ભાદરવા સુદ-૯ ને તા.૫ થી વાવડી રોડ ખાતે આવેલા ગોકુલફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે રામનામ જપ મહાયજ્ઞ રાખવામા આવેલ છે અને ૧૩ મહિના સુધી તે ચાલશે.

મોરબીમાં યોજાનાર અખંડ ધુન નિમિતે પંચકુંડી હનુમાનજી રૂદ્રી મહાયજ્ઞ, અખંડજયોત શોભાયાત્રા, હનુમાન ચાલીસાના પાઠ, ધ્વજાપુજન, જ્ઞાનસભા, સંત સમારોહ સ્ટેજ પ્રોગ્રામ સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે અને ત્યાં સવારે ૫થી બપોરના ૧ વાગ્યા સુધી મહાયજ્ઞ ચાલશે તેમજ રાજપર ગામથી અખંડ જયોત સાથે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી શોભાયાત્રા નીકળશે અને બપોરે ૧:૩૦થી ૩:૦૦ વાગ્યા સુધી હનુમાન ચાલીસા પઠન, બપોરે ૩:૩૦ થી ૬:૪૫ વાગ્યા સુધી જ્ઞાનસભા અને સાંજે ૬:૪૫ વાગ્યેથી અખંડ રામધુન પ્રારંભ થશે. ત્યારબાદ સાંજે ૭:૦૦ કલાકે મહાપ્રસાદ યોજાશે. અત્રે ઉલેખનીય છે કે, ૧૩ મહિનાની રામનામ ધુનનું આયોજન કરાયું છે. તેમાં ૬૦ ગામોમાં રામધુન મંડળને આમંત્રણ આપવામાં આવશે અને દરરોજ બે ગામ લાભ લેવા માટે આવશે તેની સાથોસાથ મોરબીની ૧૫ સોસાયટીમાંથી લોકો ત્યાં આવશે




Latest News