મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં વીરાંજલિના કાર્યક્રમમાં શહીદવીરોને અર્પણ કરાશે શ્રદ્ધાંજલિ


SHARE









મોરબીમાં વીરાંજલિના કાર્યક્રમમાં શહીદવીરોને અર્પણ કરાશે શ્રદ્ધાંજલિ

મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે અને તેની ટીમ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ વીરાંજલિ રજૂ કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, વીરાંજલિ સમિતિ પ્રેરિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૭ સપ્ટેમ્બરના રોજ રામેશ્વર પાર્ટી પ્લોટ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે રાત્રીના ૮ થી ૧૦ કલાકે વીરાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા હાસ્ય કલાકાર સાંઈરામ દવે ઉપસ્થિત રહેશે અને પોતાના અલગ અંદાજમાં વીર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિતના શહીદ વીરોને વીરાંજલિ અર્પણ કરશે જેમાં પધારવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથારિયા, જિલ્લા ભાજપના મહામંત્રી જયુભા જાડેજા, મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, મોરબી જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, જિગ્નેશભાઈ કૈલા, ટંકારા તાલુકા ભાજપના પ્રભારી રવિભાઈ સનાવડા સહિતનાઓએ મોરબી શહેર, તાલુકા અને જિલ્લાના લોકોને આમંત્રણ પાઠવ્યૂ છે




Latest News