મોરબીમાં પત્નીએ કામ ધંધો કરવા માટે કહેતા પતિએ પકડી અનંતની વાટ મોરબીના આંદરણા નજીક ડબલ સવારી બાઇકને રીક્ષા ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં ખાણ-રસ્તા બાબતે ચાલતા મનદુઃખમાં યુવાનની હત્યા: આઠ સામે ગુનો નોંધાયો ટંકારા નજીકથી જામનગર બાજુ કતલખાને લઈ જવાતા 90 પાડા ભરેલ ટ્રકને ગૌરક્ષકોએ પકડી: મુદામાલ પોલીસને સોંપ્યો શરમ કરો પાલિકા વાળા: મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં લોકોના ઘર-દુકાન પાસે ગટરના ગંદા પાણીનું સામ્રાજ્ય મોરબી જિલ્લામાં પ્રદુષણના લીધે ખેતીને નુકસાન: કિસાન સંઘની રજૂઆત મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત હળવદ તાલુકામાં થયેલ બે ઘરફોડ ચોરીના ગુનામાં બે આરોપીની ધરપકડ: સોના-ચાંદીના ઢાળીયા કબજે લીધા
Breaking news
Morbi Today

મોરબીમાં ઊડતી ધૂળની ડમરી મંત્રી બ્રિજેશભાઇ મેરજાને કેમ દેખાતી નથી !: રમેશભાઈ રબારી


SHARE











મોરબીમાં ઊડતી ધૂળની ડમરી મંત્રી બ્રિજેશભાઇ મેરજાને કેમ દેખાતી નથી !: રમેશભાઈ રબારી

સૌરાષ્ટ્રનું એક વખતનુ પેરિસ કહેવાતું મોરબી આજે ભાજપ શાસિત નગરપાલિકાએ નર્કાગાર સમાન બનાવી દીધું છે અને ચોમેર રસ્તા તૂટેલા હોવાથી સતત ધૂળની ડમરીઓના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને મોરબી ઘૂળ્યું નગર બની ગયું છે તે કેમ મંત્રીને દેખાતું નથી તેવો અણીદાર સવાલ કોંગ્રેસનાં આગેવાને કર્યો છે

મોરબી શહેરની હાલત જોઈને હવે તો લોકો રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા અને નગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવે છે તેવું મોરબીમાં રહેતા કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ જણાવ્યુ છે તેઓએ કહ્યું છે કે, હાલમાં શહેરનો એક પણ રસ્તા ચાલવા લાયક નથી !, જ્યાં જુઓ ત્યાં ખાડા ટેકરા અને અઘુરામાં પૂરું ખાડા બુરવાનુ કામ કરવામાં આવે છે તેમાં પણ ખાલી ઘૂળ નાખી ખાડા બુરવામાં આવે છે જેથી કરીને શહેરના દરેક માર્ગ ઉપર સતત ધૂળની બારીક રજકણો જે લોકોના સ્વસ્થ્યને ભયંકર નુક્ષના કરે છે તે ઊડતી હોય છે ત્યારે એસી ગાડીમાં કાચ બંધ રાખીને નીકળતા મંત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓએ જો શહેરના માર્ગો ઉપરથી ચાલીને નીકળે તો તેને ખ્યાલ આવે કે હાલમાં લોકોને કેટલી હેરાગતિ છે શહેરમાં ઘૂળ ઉડવાના કારણે વેપાર ઘઘાં કરતા વેપારી તેમની દુકાનમાં બેસી શકતા નથી અને જે લોકોને શ્વાસની કે ફેફસાંની બ્ર્મરી હોય તેના માટે આ ઊડતી ડમરીઓ જીવલેણ સાબિત થાય તેમ છે તેથી મોરબીના લોકોના આરોગ્યની ચિંતા હોય તો તાત્કાલિક ઘૂળ ઊડતી બંધ કરવા માટેની નક્કર કામગીરી કરવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ  ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ માંગ કરેલ છે

 




Latest News