વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હાર્દિક પટેલ-વિશ્વનાથસિંહ વાઘેલાના પૂતળા દહન કરવાની મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખની ચીમકી


SHARE









હાર્દિક પટેલ-વિશ્વનાથસિંહ વાઘેલાના પૂતળા દહન કરવાની મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખની ચીમકી

યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયા દ્વારા કોંગ્રેસ છોડીને ગયેલા હાર્દિક પટેલ, વિશ્વનાથસિંહ વાઘેલા સહિતનાઓના પૂતળા દહન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી ઘણા આગેવાનો ભાજપમાં જઇ રહ્યા છે તેવામાં યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. અને વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે ત્યાર બાદ કોંગ્રેસ પર ઘણા આક્ષેપ કર્યા છે અને વિશ્વનાથસિંહ વાઘેલાએ હજુ ઘણા રાજીનામાં પડશે તેવું નિવેદન આપ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયાએ કોંગ્રેસ છોડીને ગયેલા વિશ્વનાથસિંહ વાઘેલાને જવાબ આપતા કહ્યું છે કે, તેને કોંગ્રેસીઓનું અપમાન કર્યું છે ત્યારે આગામી દિવસોમાં હાર્દિક પટેલ, વિશ્વનાથસિંહ વાઘેલા સહિતનાઓના પૂતળા દહન કરવામાં આવશે અને તેને ગુજરાતમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે

#hardikpatel #congress #bjp #vishvanathsinh




Latest News