મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હાર્દિક પટેલ-વિશ્વનાથસિંહ વાઘેલાના પૂતળા દહન કરવાની મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખની ચીમકી


SHARE







હાર્દિક પટેલ-વિશ્વનાથસિંહ વાઘેલાના પૂતળા દહન કરવાની મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખની ચીમકી

યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ત્યારે મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયા દ્વારા કોંગ્રેસ છોડીને ગયેલા હાર્દિક પટેલ, વિશ્વનાથસિંહ વાઘેલા સહિતનાઓના પૂતળા દહન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાંથી ઘણા આગેવાનો ભાજપમાં જરહ્યા છે તેવામાં યૂથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. અને વિશ્વનાથસિંહ વાઘેલાએ સોનિયા ગાંધી અને જગદીશ ઠાકોરને રાજીનામું સોંપ્યું છે ત્યાર બાદ કોંગ્રેસ પર ઘણા આક્ષેપ કર્યા છે અને વિશ્વનાથસિંહ વાઘેલાએ હજુ ઘણા રાજીનામાં પડશે તેવું નિવેદન આપ્યું હતું જેથી કરીને મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશભાઇ કોઠીયાએ કોંગ્રેસ છોડીને ગયેલા વિશ્વનાથસિંહ વાઘેલાને જવાબ આપતા કહ્યું છે કે, તેને કોંગ્રેસીઓનું અપમાન કર્યું છે ત્યારે આગામી દિવસોમાં હાર્દિક પટેલ, વિશ્વનાથસિંહ વાઘેલા સહિતનાઓના પૂતળા દહન કરવામાં આવશે અને તેને ગુજરાતમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે

#hardikpatel #congress #bjp #vishvanathsinh






Latest News