હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન
Breaking news
Morbi Today

મોરબીમાં વ્હોટ્સએપમાં મેસેજ કેમ કરે છે કહીને યુવાનને માર મરનારા ત્રણ પૈકી એક આરોપીની ધરપકડ


SHARE









મોરબીમાં વ્હોટ્સએપમાં મેસેજ કેમ કરે છે કહીને યુવાનને માર મરનારા ત્રણ પૈકી એક આરોપીની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન-૧ માં દૂધની ડેરી પાસે ભાઈ અને મિત્ર સાથે ઉભેલા યુવાન પાસે ત્રણ શખ્સો આવ્યા હતા અને મારા ભત્રીજાની પત્નીને કેમ વ્હોટ્સએપમાં મેસેજ કરે છે તેવું કહીને તેને લોખંડના પાઇપ અને ધોકા વડે યુવાનને મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ઈજા ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરી છે

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો હિતેશભાઈ ઉર્ફે હેમંતભાઈ ધીરાભાઈ ભૂંભારિયા જાતે રબારી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ યદુનંદન-૧ માં મોમાઈ દૂધની ડેરી પાસે તેના ભાઈ આશિષભાઈ અને દીપકસિંહ સાથે થોડા દિવસો પહેલા ઊભો હતો ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડ, કમલેશભાઈ હમીરભાઇ રાઠોડ રહે બંને મકનસર અને સુરેશભાઈ આ ત્રણ શખ્સો આવ્યા હતા અને ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડએ હિતેશને “કેમ મારા ભત્રીજાની પત્નીને મોબાઇલમાં વ્હોટ્સએપમાં મેસેજ કરે છે” તેવું કહીને વજાભાઈએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને કમલેશભાઈ તેમજ સુરેશભાઈએ લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો તેમજ કમલેશભાઈએ હિતેશભાઈ ભૂંભારિયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી હિતેશભાઈએ સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અનિલ ઉર્ફે કમલેશભાઈ હમીરભાઇ રાઠોડ (૨૨) રહે મકનસર વાળાની ધરપકડ કરી છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News