ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના પ્રોપેન ગેસ ચોરી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE











મોરબીના પ્રોપેન ગેસ ચોરી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબના જુના સાદુળકા ગામની સીમમાં થોડા સમય પહેલા પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું ગેરકાયદે કટિંગ કરીને ગેસની ચોરી કરવામાં આવી રહી હતી અને તેમાંથી ગેસના બાટલા ભરવામાં આવતા હતા તે ગુનામાં ચાર આરોપીને પકડ્યા હતા અને હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ દ્વારા વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબી તાલુકાના જુના સાદુળના ગામની સીમમાં એ.બી.સી મિનરલ્સ પાછળ ખુલ્લી જગ્યામાં રાત્રીના સમયે હાઇવે ઉપરથી આવતા જતાં ગેસના ટેન્કરોના ડ્રાઇવરોનો સંપર્ક કરીને ટેન્કરમાંથી ગેસનું કટીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિ કરવામાં આવતી હતી ત્યાં રેડ કરીને પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેસનું કટિંગ કરીને ગેસની ચોરી કરતાં શખ્સોને ટેન્કર નંબર જીજે ૧૨ એડબલ્યુ ૧૦૬૦ જેની કિંમત ૧૫ લાખ, પ્રોપેન ગેસ ૧૬.૫૬૦ મેટ્રિક ટન તેની કિંમત ૧૧૦૫૭૯૪, બોલેરો ગાડી જીજે ૩ બી ડબલ્યુ ૧૩૨૮, ખાલી ગેસના ૩૨ સિલીન્ડર આમ કુલ મળીને ૨૯,૮૫,૨૯૪ નો મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને પોલીસે ત્યારે ટેન્કર ચાલક ગુડ હુબલાલ નિશાદ, દિપકભાઇ પ્રભાતભાઇ બોરીચા, વિપુલ મિયાત્રા અને રમણીક ઉર્ફે દિનેશભાઇ ગોવિંદભાઇ ચાવડાની ધરપકડ કરી હતી અને હાલમાં તાલુકા પીએસઆઈ વી.બી, પીઠિયા અને રાઇટર વિજયભાઈ સાવસેટા દ્વારા ભરતભાઇ આંબાભાઈ બોરિચા જાતે આહીર (૪૦) રહે. નહેરુનગર રાજકોટ અને રણજીત વાલજીભાઈ મિયાત્રા જાતે આહીર (૨૭) રહે. નહેરુનગર રાજકોટ વાળાની ધરપકડ કરી છે અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી ભારતે તેની પાસે રહેલા ૨૧ બટલા પ્રોપેન ગેસ ભરવા માટે આપ્યા હતા અને આરોપી રણજીતે ટેન્કર ચાલકનો સંપર્ક કરાવ્યો હતો






Latest News