મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીવાસીઓને વિરાંજલી કાર્યક્રમનો લાભ લેવા મંત્રીની અપીલ


SHARE









મોરબીવાસીઓને વિરાંજલી કાર્યક્રમનો લાભ લેવા મંત્રીની અપીલ

મોરબીમાં ૭મી સપ્ટેમ્બરે યોજાનાર શૌર્ય અને દેશભક્તિના વિરાંજલી કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારી/કર્મચારીઓ સાથેની આ બેઠકમાં શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સંબંધિત વિભાગોને વિરાંજલી કાર્યક્રમ અન્વયે પૂર્વ તૈયારી ભાગરૂપે તથા કાર્યક્રમ દરમિયાન કરવાની થતી કામગીરીની રૂપરેખા આપી હતી. વધુમાં મંત્રીએ રાષ્ટ્રભાવના જગાડવાના આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રને સહભાગી થવા જણાવ્યું હતું તથા જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ૭મી સપ્ટેમ્બરે રામેશ્વર ફાર્મ – રવાપર ખાતે રાત્રે ૮ થી ૧૦ દરમિયાન દેશભક્તિનો ભવ્યાતિભવ્ય અનોખો મેગા મ્યુઝિકલ ડ્રામા કાર્યક્રમ યોજાનાર છે. જેમા સાઈરામ દવે સહિત ૧૨૦ કલાકારો દેશભક્તિનું અનોખુ પરફોમન્સ રજુ કરશે. કાર્યક્રમની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અગાઉ અન્ય જિલ્લામાં આ કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે ત્યારે મોરબીમાં આ કાર્યક્રમ જાજરમાન બને અને એક અલગ જ ઓળખ ઉભી કરે તેવુ આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિકારીશ્રી રાહુલ ત્રીપાઠી, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે.મુછાર, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા અને રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તપનભાઈ દવે સહિતના હાજર રહ્યા હતા




Latest News