મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે


SHARE









મોરબી જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ નાલંદા વિદ્યાલય ખાતે યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, મોરબી દ્વારા સંચાલિત મોરબી જિલ્લા કક્ષા યુવા ઉત્સવ અને જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન ૧૧ સપ્ટેમ્બરના રોજ નાલંદા વિદ્યાલય- વિરપર, તા.ટંકારા ખાતે સવારે ૮:૦૦ કલાકે કરવામાં આવ્યું છે.

નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકૃત્વ સ્પર્ધાના વિષયો ૨૪ કલાક અગાઉ સ્પર્ધકને પોતાની સ્કુલમાંથી આપવવામાં આવશે. કલા મહાકુંભ અને યુવા ઉત્સવ  ઉપરોક્ત સ્થળ તથા તારીખે તાલુકા કક્ષાએ વિજેતા થયેલ પ્રથમ નંબર અને સીધું જિલ્લા કક્ષાએ ફોર્મ ભરેલ હોય તેવા સ્પર્ધકોએ હાજર રહેવુ. યુવા ઉત્સવમાં ઓનલાઈન સ્પર્ધાઓ મુજબ જેમણે પોતાની કૃતિ સીડી/ડીવીડી/ પેનડ્રાઈવ દ્વારા આપેલ છે, તે સ્પર્ધકોએ હાજર રહેવાનું નથી તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે




Latest News