મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અઘ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરાયા


SHARE









મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈના અઘ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનીત કરાયા

શિક્ષક દિનની ગામે ગામ શાળાઓમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબી શહેરમાં આવેલ વીસી હાઈસ્કૂલ ખાતે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અઘ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ ૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકોને સન્માનીત કરાયા હતા

આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ 'ગુરૂ ગોવિંદ દોઉ ખડે કાકે લાગું પાય, બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય' સાથે જણાવ્યું હતું કે, આપણી પરંપરાગત સંસ્કૃતિથી શિક્ષકોનું આગવું મહત્વ રહ્યુ છે. બાળકોમાં જ્ઞાનનું સિંચન કરતા શિક્ષકો બાળકોને શિસ્ત, સંસ્કાર તથા શિક્ષણનું ભાથું આપે છે. ભાવિ ભારતનું ઘડતર કરતાં આ શિક્ષકો કોઈ સન્માનના મોહતાજ નહીં પણ જ્ઞાનના સરતાજ છે તેવું મંત્રીશ્રીએ ગર્વભેર જણાવ્યું હતું. માર્ગ સલામતી વિષય હેઠળ બાળકોને પાયાથી જ અકસ્માત નિવારણ અંગે જ્ઞાન આપવા અનુરોધ કર્યો હતો. વધુમાં મંત્રીશ્રીએ મોરબી જિલ્લા શિક્ષણ વિભાગની કામગીરી અને ઉપલબ્ધિઓ તથા વિધાર્થીઓ માટેની સુવિધાઓની છણાવટ કરી હતી.

આ તકે મંત્રી સાથે સર્વે મહાનુભાવોના હસ્તે મોરબીના જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ૬ જેટલા શિક્ષકોને ફૂલ પગારના ઓર્ડર પણ  આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી પાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ડીડીઓ પરાગ ભગદેવ, એએસપી અતુલ બંસલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, જેઠાભાઈ પારેઘી, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઇ દેથરિયા, અશોકભાઈ, રવજીભાઈ સહિતના હાજર રહ્યા હતા આ કાર્યક્રમની આભારવિધિ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભરતભાઈ વિડજાએ કરી હતી. અને સમગ્ર સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું




Latest News